
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
-કેવડીયા ક્ષેત્રમાં પ્રવાસન સુવિધાનો ખૂબ ઝડપી વિકાસ જોઈને સુખદ આનંદ અનુભવું છું – રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કૉવિંદ:
– રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરદાર વંદનાના રાષ્ટ્રપતિશ્રી સાથે જોડાયા:
કેવડીયા: રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્ષેત્રમાં પ્રવાસન સુવિધાના ખૂબ ઝડપી વિકાસ માટે સુખદ આનંદની લાગણી વ્યક્ત કરી છે. અતિ વિરાટ સરદાર પ્રતિમાના ચરણે જળ અભિષેક કરતાં તેમણે મહામાનવ સરદાર સાહેબના ચરણે પુષ્પવર્ષા કરીને આદર સાથે ભાવાંજલિ આપી હતી.ગુજરાત ના રાજ્યપાલ માનનીય આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમની સાથે સરદાર પ્રતિમાની ચરણ વંદનાના જોડાયાં હતાં.
સંસદીય સંસ્થાઓના પીઠાસિન અધિકારીઓની 80 મી વાર્ષિક પરિષદના શુભારંભ માટે કેવડીયા આવેલા રાષ્ટ્રપતિશ્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આ બીજી મુલાકાત હતી.
કેવડીયા કોલોની ખાતે ૮૦મી અખિલ ભારતીય પિઠાસીન અધિકારી કોન્ફરન્સમાં હાજરી આપવા પધારેલા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કૉવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની દુનિયાની સૌથી વિરાટ પ્રતિમાંનાં ચરણોમાં શિશ ઝુકાવ્યુ હતું.સરદાર સાહેબને શ્રધ્ધાંજલી આપી ફૂલો અર્પણ કરી સાદર ભાવાંજલિ આપી હતી. આ પ્રસંગે તેઓએ સરદાર સાહેબે ભારત દેશને અખંડ બનાવવામાં આપેલ યોગદાનને યાદ કર્યુ હતુ,સરદાર સાહેબના જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.રાષ્ટ્રપતિશ્રીએ સરદાર સાહેબનાં ચરઁણ પાસેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો,તદ્દઉપરાંત પ્રતિમાની આજુબાજુનાં પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “માં નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા.
આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમ લી.નાં મેનેજીંગ ડીરેકટર અને વન તથા પર્યાવરણ વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ રાષ્ટ્રપતિશ્રીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ પ્રતિમાની વિશેષતાઓ બાબતેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. આ વેળાએ રાજયનાં મહામહીમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિશ્રીને સરદાર પટેલના જીવન ચરિત્રની બુક અને મુખ્ય મંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમા સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અભિભુત થયેલા મહામહીમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કૉવિંદે પોતનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, સ્વતંત્ર ભારતની એકતા અને અખંડતત્તાનાં સુત્રધાર સરદાર વલ્લ્ભભાઇ પટેલની પ્રતિમાં બીજીવાર દર્શન કરી અને તેમનાં ચરણોમાં પુષ્પ અર્પણ કરીને હું ખુબ જ ગૌરવ અનુભવુ છુ,આ જોઇને સુ:ખદ આશ્ચર્ય થયુ કે આ વચ્ચે આ ક્ષેત્રમાં પ્રવાસન સંબંધિત વિકાસકાર્ય ઘણા જ ટુંક સમયમાં જ પૂર્ણ કરાયા છે.
રાષ્ટ્રપતિશ્રી સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલશ્રી અચાર્ય દેવવ્રત, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ,સરદાર સરોવર નર્મદા નિગમ લી. નાં વહીવટી સંચાલકશ્રી અને વન તથ પર્યાવરણ વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, સામાન્ય વહીવટ વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી કમલ દાયાણી ખાસ હાજર રહ્યા હતા.