શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા, કમલેશ ગાંવિત
અત્રેના નવસારી જીલ્લામાં પ્રોહી પ્રવૃતિ અટકાવવા માટે મે. પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ નાઓની સુચના મુજબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એસજી રાણા સાહેબ નવસારી વિભાગ નવસારી નાઓના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહુવાસ ગામે પ્રોહીબિશન હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાંસદા પોલીસ ટીમ.
આજ રોજ વાંસદા પો.સ્ટે.ના સિનીયર પો.સ.ઇ.શ્રી વિરેન્દ્રસિંહ.એન વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.આર.વાળા તથા એ.એસ.આઇ. અનિલભાઇ લક્ષ્મણભાઇ તથા અ. હે.કો. યોગેશભાઇ પરસોત્તમભાઇ તથા અ પો.કો. શશીકાંત ઇશ્વરભાઇ તથા અપો કોઇ સંદિપભાઇ રમેશભાઇ નાઓ સાથે સરકારી વાહન તથા ખાનગી વાહનમાં વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં નિકળેલા તે દરમ્યાન સાથેના પો.કો. શશીકાંત ઇશ્વરભાઇ તથા પો.કો. સંદિપભાઇ રમેશભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાપુતારા વઘઇ રોડ તરફથી એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની sx4 ગાડી નંબર-GJ-05-CK-2671 કારનો ચાલક તથા કલીનર સાથે sx4 ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો ભરી વઘઇ થઇ મહુવાસ થઇ હનુમાનબારી સર્કલ થઇ ભીનાર ખડાકાળા સર્કલ થઇ સુરત તરફ જનાર છે, તેવી બાતમી મળતા મહુવાસ ગામે બાપા સીતારામ હોટલથી થોડે આગળ પ્રોહી નાકાબંધીમાં હતા તે દરમ્યાન ઉપરોકત બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરતા ગાડીનો ચાલક ગાડી છોડી નાશી ગયેલ અને કલીનર પકડાઇ ગયેલ જે ઇસમનું નામઠામ પુછતા ઇશ્વરભાઇ ઉર્ફે ભીમો જંયતિભાઇ રાછડીયા ઉ.વ.૨૫ હાલ રહે. ઘર નંબર-૧૧૦ ગોકુલનગર સોસાયટી કાપોદ્રા વરાછા રોડ સુરત જી. સુરત મુળ રહે. ચાવડ ગામ પ્લોટવિસ્તાર તા.લાઠી જી.અમરેલીનો હોવાનું જણાવેલ અને સદર ગાડીમાં તપાસ કરતા વચ્ચેની શીટના નીચેના ભાગે તેમજ પાછળ ડીક્કમાં ચોરખાના બનાવેલ જેમા ૧૦૮ નંગ છુટ્ટી રીયલ્સ XXX રમ વ્હીસ્કી ૭૫૦ મીલીવાળી મળી આવેલ જેની કિ.રૂ.૫૪,૦૦૦/- તેમજ આરોપીની અંગઝડતી માંથી મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૫,૫૦૦/- તેમજ રોકડા રૂ.૫૦૦/- તથા સદર ગાડી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તેમજ મારૂતી સુઝુકી કંપનીની sx4 ગાડી નંબર-GJ-05-CK-2671ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/ મળી કુલ્લે કિ.રૂ.૪,૧૦,૫૦૦/- નો મુદામાલ સાથે રાખી કલીનર- ઇશ્વરભાઇ ઉર્ફે ભીમો જંયતિભાઇ રાછડીયા નાનો પકડાઇ ગયેલ હોય તેમજ નાશી જનાર X4 ફોરવ્હીલ ગાડી નંબર-GJ-05-CK-2671 નો ચાલક કેયુરભાઇ જેના પુરા નામ-સરનામાની ખબર નથી તે તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા મંગાવનાર રામજીભાઇ રંગાણે હાલ રહેવાસી યોગીચોક તિરૂપતિ સોસાયટી વરાછા રોડ જી.સુરત મુળ રહે.ગોઘા ગામ તા.સાવરકુંડલા જી. અમરેલી જેનો મોબાઇલ નંબર ૮૪૬૯૩૫૧૬૧૯ નો છે, જેઓને વોન્ટેડ જાહેર કરેલ હોય તેઓ તમામ વિરૂધ્ધ વાંસદા પો.સ્ટે.માં પાર્ટ c નંબર ૧૧૮૨૨૦૦૩૨૧૦૦૨૦૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ-૬૫AE,૮૧,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, અને આગળની તપાસ સિ પો સ.ઇ.શ્રી વિરેન્દ્રસિંહ એન.વાઘેલા નાઓ કરી રહેલ છે.