શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેસભાઈ
વાંકલની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી જનાર આરોપીને એસ.ઓ.જી.એ ઝંખવાવ ખાતે થી સગીરા સાથે ઝડપી લીધો હતો .. ફેસબુક સોસીયલ મીડિયાના માધ્યમથી વાંકલ ની 14 વર્ષીય તરુણીને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો:
સુરત; માંગરોળ તાલુકાના વાંકલ ગામની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર આરોપીને સગીરા સાથે ઝંખવાવ ખાતેથી એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો,
વાંકલ ગામના મંદિર ફળિયા માં રહેતી ૧૪ વર્ષીય સગીરા સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી તારીખ 8- 6- 2020 ના રોજ આરોપી કૃણાલ સુરેશભાઈ વસાવા ઉંમર વર્ષ 19 રહે કાંકરિયા ગામ રાણી ફળિયુ તા. આમોદ જી.ભરૂચ ના ઇસમે વાંકલ ગામે થી તરૂણી લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો આ ગુના સંદર્ભમાં તરુણીના પિતાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ છેલ્લા બે માસથી આરોપીને પોલીસ શોધી રહી હતી આ ગુનાની તપાસ એસ ઓ જી ને સોંપવામાં આવતા હે.કો. દીપેશ હસમુખભાઈ. પો.કો.આસિફ જહીરખાન પઠાણ બાતમી મળી હતી કે ગુનાનો આરોપી સગીર સાથે ઝંખવાવ ત્રણ રસ્તા ખાતે આવેલ છે તેવી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. ધડુક જગદીશ આબાજી રણછોડ કાબાભાઇ વૃ.પો.કો.જાસલબા રણવીરસિંહ સહીત એસ ઓ જી ની ટીમે આરોપી કુણાલ સુરેશ વસાવા ને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો અને અગાઉની કાર્યવાહી હાથ ધરવામાં આવી.