
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા ના પાટ ગામે થી કુ.રૂ.૧,૭૩,૪૬૫ નાં મુદ્દામાલ સાથે બોગસ ડોક્ટર ઝડપાયો;
સાગબારા વિસ્તાર માંથી એક બોગસ તબીબ ને એલ.સી.બી. નર્મદા એ ઝડપી પાડયો.
બોગસ તબીબો વિરુદ્ધ નર્મદા પોલીસ ની કડક કાર્યવાહી થી અંતરિયાળ ગામોમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરો માં ફફડાટ.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પો.સ્ટે. વિસ્તારના પાટ ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી નાના કાકડીઆંબા ખાતેથી મેડીકલ ઓફીસર ડો.શ્રી પરિમલ પ્રવિણભાઇ પટેલ નાઓને સાથે રાખી સાગબારા પો.સ્ટે.ના પાટ ગામે ખાતે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા પ્રવિણભાઇ રધુનાથ પટેલ રહે. પાટ નિશાળ ફળીયુ તા.સાગબારા જી.નર્મદા, મુળ રહે, શાહદા તા.શાહદા જી.નંદુરબાર નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ. સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટીફિકેટ નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ. રૂ.૧,૭૩,૪૬૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ-૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.