
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
“વંદે ગુજરાત વિકાસ યાત્રા – નવસારી રથ”
વંદે ગુજરાત વિકાસ યાત્રા વાંસદા તાલુકાના કણધા ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું:
સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂા. ૪૨.૩૦ લાખના ૪૧ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને રૂા.૭૨-૦૦ લાખના ૩૫ જેટલા વિકાસ કામોના ખાતમહુર્તની કરાઈ ઘોષણા :
વિવિધ યોજનાના લાભાર્થીઓને કિટ્સ વિતરણ અને લાભોના મંજૂરીપત્રો એનાયત કરાયા:
નવસારીઃ નવસારી જિલ્લા પંચાયત સીટ ખાંટાઆબા ખાતે વિકાસ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. ગામના રાજીવ ગાંધી ભવન પાસે અભિવાદન કાર્યક્રમ યોજી ‘વંદે ગુજરાત વિકાસ રથ’ને ગ્રામજનો તેમજ શાળાની બાળાઓ કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યો હતો. ગુજરાતની વિકાસયાત્રા છેવાડાના માનવી સુધી પહોચે અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત નવા આયામો સર કરી રાજ્યની વિવિધ યોજનાઓ પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને નવા આયામો તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઉપસ્થિતો દ્વારા આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ ૨૦ વર્ષના વિકાસની ઝાંખી નીહાળી હતી.
વાંસદા તાલુકાના કણધા ગામે આવી પહોંચેલી વિકાસયાત્રા દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત યાત્રાના રૂટમાં સમાવિષ્ટ ગામોમાં થનાર રૂા. ૪૮.૩૦ લાખના ૪૧ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને રૂા.૭૨-૦૦ લાખના ૩૫ જેટલા વિકાસ કામોના ખાતમહુર્તની મહાનુભાવોની હાજરીમાં ઘોષણા કરવામાં આવી હતી. સાથોસાથ સરકારશ્રીની વિવિધ ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને કિટ્સ વિતરણ અને મંજુરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સગર્ભા-ધાત્રી માતાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવાની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિકાસકામોનું તથા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના પીએમજેએવાય યોજના,પોષણક્ષમ આહાર સહિતની યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
વંદે ગુજરાત રથ કણધા ગામેથી પ્રસ્થાન કરી નક્કી કરેલા રૂટ અનુસાર ખાટાઆંબા જિલ્લા પંચાયતના મનપુર, ખડકિયા, ઝુજ, વાસિયાતળાવ, નવાનગર, બોરીઆછ, ગંગપુર, મિઢાંબારી,ચોરવણી મોળાંઆંબા અને નિરપણ ગામોમાં ફરી ગુજરાતના વિકાસની ઝાંખી પ્રદર્શિત કરશે.