દક્ષિણ ગુજરાત

રા ખાતે આદિજાતી રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

વ્યારા ખાતે આદિજાતી રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ:

“સફાઇ કરવી મારી જીદ્દ નહીં,મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા સ્વચ્છતાનું મહત્વ સમજાવતા રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ

બેસ્ટ સી.ટી.યુ, બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છતા ચેમ્પેઇન, સહીત વિવિધ કેટેગરીમાં બેસ્ટ કામગીરી બદલ વિશિષ્ટ સ્વચ્છતા કર્મીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત

તાપી:  આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઓડિટિરિયમ હોલ વ્યારા ખાતે “સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી હતી.

દેશના વડાપ્રધાનશ્રી દ્વારા શરુ કરેલ અભિયાન અને ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છ્તા પખવાડિયા તેમજ ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત મિશનને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છ ભારત દિવસની કરવામાં આવી રહી છે.

આ પ્રંસગે રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતાના આ મહા અભિયાનમાં જોડાઈ સૌને સાથે મળી કુટુંબ સમાજ અને રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રનું ઘડતર કરવા સંકલ્પબધ્ધ થવા અને ગાંધીજીના વિચારોને કાયમ જીવંત રાખવા માટે અનુરોધ કર્યો હતો.

આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી હળપતિએ “સફાઇ કરવી મારી જીદ્દ નહી, પરંતુ સફાઇ કરવી એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા જિવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છતાને પોતાની આદત બનાવવા આહવાન કર્યું હતું.

રાજ્ય મંત્રીશ્રી હળપતિએ સૌ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતુ કે આપણી પ્રથમ જવાબદારી સ્વચ્છતા છે. આપણુ ઘર, ગામ, ફળિયુ ચોખ્ખું હશે તો આપણો જિલ્લો, રાજ્ય અને દેશ ચોખ્ખો બનશે. આપણા દેશના વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ વિકસિત બને અને એ દિશામાં આપણે આગળ વધવાનું હોય તો આપણે બધાએ સફાઇ અભિયાનમાં જોડાઇ આપણી આસપાસની તમામ જગ્યાઓની સ્વચ્છતા જાળવવી જોઇએ.

વધુંમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ અનોખી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતા ના નામે એક વૃક્ષ વાવી તેનું યોગ્ય જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી એ સૌ ઉપસ્થિતિ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાનને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે ત્યારે આપણે સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈ આ અભિયાનને આગળ વધારવાનું છે.

ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહ એ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકરી લીધા હતા.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બેસ્ટ સી.ટી.યુ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર,બેસ્ટ તાલુકા,બ્રાન્ડ એમ્બેસેડર,સ્વચ્છતા ચેમ્પિયન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, પોસ્ટર કોમ્પિટિશન, વેસ્ટ ટુ બેસ્ટ કોમ્પિટિશન, શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, બેસ્ટ એમ્પ્લોય એવોર્ડ, સ્વચ્છ ફૂડ કોમ્પિટિશન, કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સ્વચ્છતા કર્મીઓને માહાનુભાવોના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન નવી દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાએ યોજાયેલા સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત નાગરિકોએ સ્વચ્છતા જાળવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય સર્વેશ્રીઓ મોહનભાઇ કોંકણી, જયરામભાઇ ,વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી રિતેશ ઉપાધ્યાય,નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ, અન્ય પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને સફાઇ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है