શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા : હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય છતાં લોકો covid-19 ના નિયમોનું પાલન કરતા ન હોવાથી રાજપીપળા શહેરમાં ટાઉન પોલીસે માસ્ક વગર જતા આવતા 20 લોકો ને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરતા અન્યો લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન માસ્ક વગર ફરતા 20 વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસે થી નિયમ મુજબ વ્યકતિ દીઠ 200/- રૂ.લેખે 2,000/- હજાર રૂપિયા દંડ વસુલ કર્યો હતો. જોકે કોવિડ ના નિયમો લગભગ 6 મહિના થી વધુ સમય થી લાગુ હોવા છતાં થોડીક છૂટછાટ મળતાજ લોકો કોરોનાની ગંભીરતા ભૂલી નોયમોની એસી તૈસી કરતા હોય નર્મદા પોલીસ વારંવાર કાયદેસર કાર્યવાહી કરે છે. ત્યારે આપણી સાવચેતી જાતે જ રાખવી જરૂરી હોવા છતાં બિન્દાસ ફરતા લોકોને પોલીસ શબક શીખવાડે છે જે જરૂરી પણ છે.