
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
વારંવાર ની રજૂઆતો બાદ પણ પાલિકા તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકો હવે કલેક્ટર સમક્ષ રજૂઆત કરશે:
રાજપીપળા નગર પાલિકા દ્વારા વેરો વધારો ઝીંકાયો હોવા છતાં અમુક વિસ્તારો પ્રત્યે જાણે ઓરમાયું વર્તન રખાતું હોય એમ લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને દરબાર રોડ માલિવાડ,મોચીવાડ,પારેખ ખડકી જેવાં નાના વિસ્તારોમાં સફાઈ અને પીવાના પાણીની છેલ્લા 6 મહિના કરતા વધુ સમય થી બુમ હોવા છતાં વારંવાર આ બાબતે રજૂઆતો કર્યા બાદ પણ આ બાબતે કોઈ કાયમી ઉકેલ આવતો નથી જેમાં આ પૈકી અમુક વિસ્તારો માં જો સફાઈ કામદાર રજા પર હોય તો અન્ય કોઈ વ્યવસ્થા ન થતા ગંદકી ખદબદે છે જયારે પીવાનું પાણી પણ પૂરતા ફોર્સ માં ન મળતા ગૃહિણીઓ રોજ કકળાટ કરે છે જોકે આ બાબતે વારંવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ પરિસ્થિતિમાં કોઈજ સુધારો થયો ન હોય કંટાળેલા સ્થાનિકો હવે જિલ્લા કલેક્ટર ને રજુઆત કરશે તેમ જાણવા મળ્યું છે.