શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રુદ્ર લોક સેવા ગ્રુપના સતીષ વસાવા એ હોસ્પિટલમાં દાખલ જગદીશ વસાવાને ઈમરજન્સીમાં એક યુનિટ બ્લડ ડોનેટ કરી માનવતા ભરીયું કાર્ય કરી માનવતા મહેકાવી:
નમૅદા જિલ્લાના રાજપીપલા ખાતેની હોસ્પિટલમાં દાખલ હજરપરા ગામના જગદીશભાઈ વસાવાને ઈમરજન્સીના સમયે એક યુનિટી બ્લડની જરૂર પડી હતી, ઈમરજન્સીના સમયે જરૂર પડેલા બ્લડ માટે રુદ્રા લોક સેવા ગ્રુપ માનવતાની મદદ માટે આગળ આવ્યું હતું, અને હોસ્પિટલમાં દાખલ જરૂરિયાત મંદ જગદીશ વસાવાને ઈમરજન્સીના સમયે તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરી આપવા આવી હતી, જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરવા માટે રુદ્ર લોક સેવા ગ્રુપના ભદામ ગામના સતીષ વસાવાએ એક યુનિટી બ્લડ આપી માનવતાવાદી કાયૅ કરી માનવતા મહેકાવી છે રુદ્ર લોક સેવા ગ્રુપની સરનીય સેવાકીય પ્રવૃત્તિની કામગીરી કરવા બદલ પરીવારજનોએ પ્રસન્નતા કરી આભાર વ્યક્ત કયૉ હતો.