
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
બેડવાણ પંચાયતમાં મનરેગાના કામમાં માનવતા દાખવતા ગ્રામજનો, જે કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું છોડાયુ હતું એ ગ્રામ જનોની મદદથી પૂર્ણ કરવામાં આવ્યું હતું ;
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલું બેડવાણ ગામ જ્યાં મનરેગા નું કાર્ય ચાલતું હોય જેમાં પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા ચોમાસા સત્ર ને ધ્યાને લઇ એવી કામગીરી કરવામાં આવી કે દરેક પંચાયત ના લોકોએ આ બાબતને જોઈ કંઇક શીખવું જોઈએ.
હાલ દરેક પંચાયતમાં મનરેગાની કામગિરી ચાલી રહી છે જેમાં લોકો પોતાના ગામમાં જ રોજી મેળવી લે છે. સરકારી કામ કામ હોવાથી અમુક જગ્યાએ વેઠયાવાડ પણ ચાલી રહી છે. ગત દિવસ દરમિયાન ગામમાં કરેલ વિકાસ કામને પડતું મૂકી ગયા હતા પરંતુ બેડવાણ ગામમાં પંચાયત દ્વારા કામને પુરુ કરી બિરદાવી શકાય એવી કામગિરી કરી છે. જ્યા કોન્ટ્રાક્ટરે ધ્યાન આપવું જોઈએ એ બાબત ગ્રામ જનોએ તેનું ઘટતું કરી માનવતા મહેકાવી હતી.