
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વમાં “ સ્વચ્છતા એ જ પ્રભુતા” ને ચરિતાર્થ કરવા સામૂહિક સ્વચ્છતા અભિયાનની હિમાયત
ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નંદઘર ભવનના યોજાયેલા E-લોકાર્પણ, E-ભૂમિપૂજન અંતર્ગત જિલ્લાના ૫ (પાંચ) નંદઘર ભવનનું વિડીયો
કોન્ફરન્સના માધ્યમથી કરાયું E-ભૂમિપૂજન
માતા યશોદા એવોર્ડ માટે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના ભદામના આંગણવાડી કાર્યકર શ્રીમતી હેતલબેન પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત
રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશીંગના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના નિયત ૮૪ સ્થળોએ ૮૪૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો
રાજપીપલા:- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે રાજ્યના આંગણવાડીનાં નવા નંદઘર ભવનના E-લોકાર્પણ, E-ભૂમિપૂજન NITA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન ) નું લોન્ચીંગ, માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગના યોજાયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત રાજપીપલામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જીન્સી વિલીયમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસભાઇ ચૌધરી, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી દિવ્યેશભાઇ વસાવા, શ્રીમતી ભારતીબેન તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલ, કિશોરીઓ, આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોની ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે જિલ્લાના અગ્રણી શ્રી ગજેન્દ્રસિહ જાડેજાએ જણાવ્યું હતુ કે, પુજ્ય ગાંધીબાપુની જન્મ જયંતિને આપણે દર વર્ષ ઉજવણી કરતા હોઇએ છીએ. આઝાદીના સમયગાળા દરમિયાન ગાંધીજીનુ યોગદાન મહત્વનું રહયુ છે, જેમા તેમના જીવનમાં ખાસ કરીને સત્ય, અહિંસા, કર્તવ્યનિષ્ઠા અને સાદગી જોવા મળે છે, તેની સાથોસાથ પૂજ્ય બાપુ સ્વચ્છતાના આગ્રહી હોવાનુ શ્રી જાડેજાએ ઉમેર્યુ હતુ.
મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે , દેશના વીર સપૂત અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ભારત દેશને આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યુ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં “સ્વચ્છતા એજ પ્રભુતા” ના સુત્રને ચરિતાર્થ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે, જેમાં છેવાડાના લોકો પણ આ અભિયાનમાં જોડાઇને પોતે સહભાગી બન્યા છે અને તે થકી જિલ્લા, રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવાની તેમણે હિમાયત કરી હતી.
આ પ્રસંગે સાગબારા તાલુકાના પાંચપીપરી-૩ ગામના આંગણવાડી કાર્યકર શ્રીમતી પવિત્રાબેન સંપતસીંગ કોઠારીને શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદાનું સ્મૃતિચિન્હ, પ્રશસ્તિપત્ર અને રૂા.૩૧ હજારના પુરસ્કારના ચેક તેમજ આંગણવાડી તેડાગર શ્રીમતી રેખાબેન હોનજીભાઇ વસાવાને માતા યશોદાનું સ્મૃત્તિચિન્હ, પ્રશસ્તિપત્ર અને રૂા.૨૧ હજારના પુરસ્કારના ચેક ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરી બહુમાન કરાયું હતું.
તેવી જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯ ના માતા યશોદા એવોર્ડ માટે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ-૨ ના આંગણવાડી કાર્યકર શ્રીમતી હેતલબેન રણજીતભાઇ પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાને પણ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે માતા યશોદા એવોર્ડ એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે કરાયેલ રાજ્યવ્યાપી નંદઘર ભવન E-લોકાર્પણ, E-ભૂમિપૂજન અંતર્ગત નર્મદા જિલ્લાના મોટી દેવરૂપણ, કુઇદા, ગોટપાડા, સેલંબા અને પાટી ગામના નંદઘર ભવનનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી E-ભૂમિપૂજન કરાયું
ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ સહિતના ઉક્ત કાર્યક્રમના કરાયેલાં સીધા પ્રસારણનું ઉપસ્થિત કિશોરીઓ,માતાઓ અને મહાનુભાવોએ પ્રસારણ નિહાળી મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાયેલું માર્ગદર્શન મેળવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડવોશીંગના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના નિયત ૮૪ સ્થળોએ ૮૪૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનના સંકુલ ખાતે વડીયા ગામની આંગણવાડી કાર્યકર શ્રીમતી હસુમતીબેન વસાવાએ હેન્ડ વોશીંગ કેમ કરવું તેનું નિદર્શન કિશોરીઓ પાસે કરાવ્યું હતું.
આઇસીડીએસના પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમા આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઇ પરમારે કર્યું હતું.