શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ
“જાગૃત આદિવાસી જન એકતા સંગઠન- ડાંગ.” દ્વારા માહલા, સુબીર તાલુકાના બરડીપાડા ખાતે BSNL ટાવરની ટેક્નિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરી બઉ ઇન્ટરનેટ સુવિધા સાથે રેગ્યુલર ચાલુ કરવા બાબત.
ઉપરોક્ત આપ સાહેબશ્રીને સાદર પ્રણામ, ઉપરોક્ત વિષયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે બરડીપાડા ખાતે મોબાઈલ ટાવર છ મહિનાથી કંપ્લેટ બનીને તૈયાર છે, છતાં પણ, તંત્રના બેદરકારીના કારણે ટાવર રેગ્યુલર ચાલુ કરવામાં આવ્યો નથી.
હજુ સુધી બેટરીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, લાઈટ જાય એટલે ટાવર સંપૂર્ણ બંધ થઈ જાય છે. સ્માર્ટ ફોનમાં ફુલ નેટવર્ક બતાવે તો પણ કોલ કરવાથી કવરેજની બહાર બતાવે, ઇન્ટરનેટ તો ચાલતુંજ નથી, એક બાજુ રિચાર્જ પ્લાન ખુબજ મોંઘા હોય છે અને બીજી બાજુ 4 ઇન્ટરનેટ કાંઈ કામનું નથી. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ કે ડિજિટલ સેવાઓ માટે 4લ ની સુવિધા ઉપલબ્ધ થવીજ જોઈએ, ક્યાં સુધી અમારા ડાંગના આદિવાસી લોકો નેટવર્કથી વંચિત રહેશે…? આ બધી સમસ્યાઓ છતાં સરકારી તંત્રને બિલકુલ પડી નથી…! આદિવાસી લોકો પ્રત્યે સરકાર અને અધિકારીઓ સંવેદનશીલ કેમ નથી..? પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવી એ સરકારની સંપૂર્ણ જવાબદારી છે. ડાંગમાં મોટા ભાગના ગામોમાં ટાવર નથી, અને જ્યાં બની ગયા છે ત્યાં ફક્ત શોભાના ગાંઠિયા સમાન…!..ક્યારે જવાબદાર અધિકારીઓ ધ્યાનમાં લેશે..? ક્યારે બરડીપાડાનો ટાવર સંપૂર્ણ રીતે ધ્વ સુવિધા સાથે ચાલુ કરાશે…? આ મોટો પ્રશ્ન છે…!
માટે, આ સુવિધા સાથે બરડીપાડાનો ટાવર તાત્કાલિક ચાલુ કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. જય હિંદ – જય ભારત.. જય આદિવાસી.