શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા તાલુકાના માલ સામોટ ખાતે હેપ્પી ફેસીસ સંસ્થા દ્વારા ૪૦ જેટલી બહેનોને પ્રશિક્ષણ આપી તાલીમ બધ્ધ કરવામાં આવ્યા;
અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારની મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે દિશાના હેપ્પી ફેનીસ સંસ્થાના પ્રયાસો જારી;
નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે. ત્યારે જિલ્લાની અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારની મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સધન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દેશના વિદેશમંત્રી અને રાજ્યસભાના સાંસદશ્રી એસ.જયશંકરે દેડીયાપાડાના સામોટ ગામને દત્તક લીધેલ છે જેથી તેમની આગવી પહેલના લીધે અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડાના માલ સામોટ ગામે નારી શક્તિ કેન્દ્ર ખાતે હેપ્પી ફેસીસ સંસ્થા દ્વારા તાજેતરમાં અંદાજે ૪૦ જેટલી બહેનોને સરકારશ્રીની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો સમયસર અને ઝડપથી મળે તે માટે બહેનોને પ્રશિક્ષણ આપીને તાલીમબધ્ધ કરાયાં હતાં.
હેપ્પી ફેસીસ સંસ્થાના મુખ્ય સંચાલક સુશ્રી રીટાબેન ભગત દ્વારા પાઠવાયેલ શુભેચ્છા સંદેશ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનના સુશ્રી દક્ષાબેન, શ્રી મયુરભાઈ અને ડૉ. રાહુલભાઈ પટેલ દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બની શકે તે હેતુસર સ્ટીચીગ, મેક્રેમેની તાલીમ, પડીયા પતરાળા બનાવવાની તાલીમની સાથે તેમને જન કલ્યાણકારી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.