દક્ષિણ ગુજરાત

માતા યશોદા એવોર્ડ માટે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના આંગણવાડી વર્કરને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

માતા યશોદા એવોર્ડ માટે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના આંગણવાડી વર્કર શ્રીમતી હેતલબેન પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાને ગાંધીનગર
ખાતે મુખ્યમંત્રીશ્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરાશે:

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નંદઘર ભવન E-લોકાર્પણ, E-ભૂમિપૂજન
અંતર્ગત નર્મદા જિલ્લાના ૫(પાંચ) નંદઘર ભવનનું E-ભૂમિપૂજન કરાશે

રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડવોશીંગના યોજાનારા રાજ્યવ્યાપી કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના નિયત ૮૪ સ્થળોએ ૮૪૦૦ જેટલી બહેનો ભાગ લેશે

 રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લાકક્ષાનો યોજાનારો કાર્યક્રમ : જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતાને એનાયત કરાશે માતા યશોદા એવોર્ડ

રાજપીપલા‚ ગુરૂવાર તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૦‚ ને શુક્રવાર ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યના આંગણવાડીના નવા નંદઘર ભવનના E-લોકાર્પણ્, E-ભૂમિપુજન NITA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન) નું લોન્ચીંગ અને માતા યશોદાનો રાજ્યકક્ષાનો એવોર્ડ સમારોહ યોજાશે, જેમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ-૧ આંગણવાડી કેન્દ્રના કાર્યકર શ્રીમતી હેતલબેન રણજીતભાઇ પટેલ અને આંગણવાડી તેડાગર સુમિત્રાબેન જગદીશભાઇ વસાવાને માતા યશોદા એવોર્ડ એનાયત કરાશે. તેવી જ રીતે જિલ્લાકક્ષાએ રાજપીપલામાં ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાનારા જિલ્લાકક્ષાના સ્થાનિક સમારોહમાં સાગબારા તાલુકાના પાંચપીપરી-૧ આંગણવાડી કેન્દ્રના કાર્યકર શ્રીમતી પવિત્રાબેન સંપતસીંગ કોઠારી અને તેડાગર શ્રીમતી રેખાબેન હોનજીભાઈ વસાવાને જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ એનાયત કરાશે. નર્મદા જિલ્લાના કુલ ૫ (પાંચ) નંદઘર ભવનનું E- ભૂમિપૂજન કરાશે, જેમા મોટી દેવરૂપણ, ફુઇદા, ગોટપાડા સેલંબા અને પાટી ગામના નંદઘર ભવનનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા. જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ યોજાનાર જિલ્લાકક્ષાના કાર્યક્રમ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરી નોડલ અધિકારી તરીકેની જવાબદારી નિભાવી રહયા છે. તેમજ આરોગ્ય, શિક્ષણ, પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ આ કાર્યક્રમના આયોજનમાં સહયોગી બનીને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને જન સમુદાય સુધી પહોંચાડવા માટે આ દિવસે હેન્ડવોશીંગ- ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાના દરેક ઘટકમાં ૧૨ લેખે ૮૪ જેટલા નિયત સ્થળોએ કુલ ૮૪૦૦ મહિલા લાભાર્થીઓ દ્વારા એક સાથે હેન્ડવોશીંગના ૭ સ્ટેપ સાથે હાથ ધોવામાં આવશે. વાયરસ, બેક્ટેરિયાથી થતા રોગો અને ઝાડા જેવી બિમારીઓથી બચવા હાથ ધોવાનું મહત્વ સમજાવવામાં આવશે. જિલ્લામાં ઘટક કક્ષાના ૮૪ કાર્યક્રમો શાળાના પ્રાંગણમાં યોજવામાં આવ્યાં છે.
આ પ્રસંગે તમામ લાભાર્થી મહિલાઓને સ્છચ્છતાને લગતા સેનેટરી પેડ‚ સાબુ અને માસ્કની કીટ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
ઉક્ત તમામ કાર્યક્રમોનું સીધુ પ્રસારણ GSWAN, બાયસેગની વંદે ગુજરાત ચેનલ મારફતે કરાશે. તદઉપરાંત CISCO WEBEX દ્વારા લાભાર્થી સાથે મુખ્યમંત્રીશ્રી સીધી વાત-ચીત પણ કરનાર છે. લાઈવ કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે પ્રસારિત થનાર છે, તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઇસીડીએસ, જિલ્લા પંચાયત, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है