શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી
ખેડૂત સમાજના પ્રમુખ દિલીપસિંહ મહીડા તથા ખેડૂતોએ માંડવી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું:
માંડવી : કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બહુમતીના જોરે વિરોધ પક્ષના વોકઆઉટ બાદ કૃષિ વિરોધી ત્રણ કાળા કાયદા ને પસાર કરીને ખેડૂત વિરોધી વલણ બતાવ્યું છે. જેથી દેશ ભરમાં કેન્દ્ર સરકાર વિરોધ આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું છે. ખેડૂતોને પાયમાલ કરવાનું અને ઉદ્યોગ પતિઓને લ્હાણી કરવા માટે સરકાર જે ભેદી પ્રયત્ન કરી રહી છે. તેની સામે ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે. તેના પર પોલીસ લાઠી ચાર્જ કરી ને જે દમન કારી નીતિ અપનાવી રહી છે. આથી દેશ ભરમાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તેના ભાગ રૂપે આજે માંડવી મામલતદાર કચેરી ખાતે તાલુકાના ખેડૂત સમાજના પ્રમુખ દિલીપસિંહ મહિડા , મંત્રી ક્મલેશભાઈ ચૌધરી ,અંકિતસિંહ મહિડા , વીપીન સિંહ મહિડા , મિત્તલ ચૌધરી , જિમ્મી ગામીત , ધીરુભાઈ ચૌધરી ,અનાજીભાઈ ચૌધરી તેમજ ખેડૂત આગેવાનોની હાજરીમાં માંડવી મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.