શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી દારૂ/જુગાર બદી ડામવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેંજ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં ગે.કા રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવુતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સખ્ત સુચના આપવામાં આવેલ હોય
જે અંનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન. ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન આજરોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ માણસો અંકલેશ્ર્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો પ્રકાશભાઇ મગનભાઇ વસાવા નાઓ તેના ભાઇ સાથે જુના માંડવા ગામ તરફથી તેઓની એક્ષેક્ષ મોપેડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ લઈ નવામાંડવા ગામ તરફ આવનાર છે જે આધારે વોચમાં રહી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પ્રકાશ તથા તેના ભાઇ વિષ્ણુભાઇ મગનભાઇ વસાવા નાઓને ઝડપી પાડી તેઓને સાથે રાખી તેઓના ધરે ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા તેઓ બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્ર્વર શહેર પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ :
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટની બોટલો તથા બીયરટીન તથા પાઉચ મળી કુલ્લ બોટલ નંગ ૨૭૭ જેનિ કુલ્લ કિ રૂ ૨૭૭૦૦/-
(૨) એક્ષેક્ષ મોપેડ જેનો રજી. નંબર જણાયેલ નથી કિ રૂ ૨૦૦૦૦/-
(૩) મોબાઇલ નંગ ૦૨ કિ રૂ ૮૦૦૦/-
કુલ્લ પ્રોહી મુદ્દામાલ કિ રૂ ૫૫૭૦૦/-
– પકડાયેલ આરોપી:
(૧) પ્રકાશભાઇ મગનભાઇ વસાવા ઉ વ ૩૦ રહે રોડફળીયુ માંડવાગામ તા અંકલેશ્ર્વર જી ભરૂચ
(૨) વિષ્ણુભાઇ મગનભાઇ વસાવા ઉ.વ ૪૦ રહે રોડ ફળીયુ માંડવાગામ તા અંકલેશ્ર્વર જી ભરૂચ
વોન્ટેડ આરોપી :
(૧) સતીષ ઉર્ફે ગાંડો ચંદુભાઇ વસાવા રહે નવાગામ કરારવેલ તા અંકલેશ્ર્વર જી ભરૂચ
(૨) વિજય ઉર્ફે બોરકો જેનુ પૂરૂનામ સરનામુ જણાયેલ નથી.