દક્ષિણ ગુજરાત

માંગરોળ મામલતદાર કચેરીનો ધામરોડ ખાતે ચાલતાં બિનઅધિકૃત બાયો ડીઝલ પંપ પર રેડ 3,55,000 રુપિયાનો મુદ્દામાલ સીઝર કરાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

છેલ્લા ઘણાં લાંબા સમયથી હાઇવે સહિત અનેક માર્ગો ઉપર બાયો ડીઝલના વેચાણનાં પંપ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, પરંતુ હાલમાં સરકારના ધ્યાન ઉપર આ કૌભાંડ આવતા સમગ્ર રાજ્યમાં આવા પંપો ઉપર ત્રાટકવાના આદેશો આપવામાં આવતા સુરત જિલ્લામાં આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, માંગરોળ, મામલતદાર કચેરીના ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઇ ચૌધરી, નાયબ મામલતદાર (પુરવઠા વિભાગ) ના ગિરીશભાઈ પરમાર અને કચેરીનાં અન્ય સ્ટાફનું ટીમે માંગરોળ તાલુકાનાં ધામરોડ ખાતે એક બાયોડીઝલ પંપ પર રેડ કરતાં ત્યાં ૩,૫૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, ધામરોડના બ્લૉક નંબર ૩૯૨ વાળી બિનખેતીની જમીન શેલેસભાઈ હરીભાઈ પરમારના નામે ચાલે છે, આ જમીન ઉપર યુ.એમ.એન્ટરપ્રાઇઝ નામનો બાયો ડીઝલ પંપ ચાલે છે, જે ઉમેશભાઈ ચલાવે છે.જે સુરત ખાતે ક્યાં રહે છે, એની ખબર એવું એમને ત્યાં નોકરી કરતાં ભરતભાઈ ગગરભાઈ ભરવાડે જણાવ્યું છે, ઉમેશભાઈએ આ જમીન ભાડા ભાડાપટે રાખી છે, પરંતુ સ્થળ ઉપર પપ ચલાવનાર માલીક હાજર ન હતા,  ભાડા કરાર પણ બતાવવામાં આવ્યો નથી.સ્થળ ઉપર હાજર ભરતભાઈ પાસે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ નું એક્સપલોઝીવ લાઇસન્સ,રાષ્ટ્રીય-રાજ્ય ધોરીમાર્ગ નું પ્રમાણપત્ર, GST નંબર,પોલ્યુશન પ્રમાણપત્ર માંગતા બતાવેલ નથી.અગ્નિશામકયંત્ર નિભાવેલ નથી.આ બાયોડીઝલ ઔરંગાબાદથી લાવે છે.એવું જણાવે છે.પણ કોઈ બીલ બતાવેલ નથી. ટાંકીમાંથી બાયોડીઝલના સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ ૩,૫૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કરવામાં આવ્યો છે, આ સીઝર કરેલો મુદ્દામાલ બીજો હુકમ ન થાય ત્યાં સુધી જાણવવા ભરતભાઈ ભરવાડને સુપ્રત કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है