દક્ષિણ ગુજરાત

માંગરોળ પોલીસે જુગારધામની સફળ રેડમાં 10 ઈસમો સહીત લાખથી વધુ રોકડ મળી 9લાખનો મુદ્દામાલ જપ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ પોલીસે રેડ કરી ૧૦ શકુની ઓની અટક કરી, માંગરોળના PSI પરેશ નાયીએ વેશપલ્ટો કરી, જુગાર રમાતા સ્થળે રેડ કરતાં એક લાખ કરતાં વધુ રોકડ રકમ,બે ફોર વહીલર, એક મોટરસાયકલ સાથે કુલ નવ લાખ કરતાં વધુની કિંમતના મુદ્દામાલ સાથે ૧૦ ની અટક કરી છે, અન્ય ત્રણ વોન્ટેડ જાહેર કરાયા છે.

તા.૨૫ મી ઓક્ટોબરનાં, રાત્રીનાં બે વાગ્યે માંગરોળના PSI પરેશ એચ.નાયીને બાતમી મળી કે માંગરોળના ખાનદાન ફળિયામાં જુગાર રમાઈ રહી છે. જેને પગલે PSI એ વેશપલ્ટો કરી, માંગરોળના ખાનદાન ફળિયામાં જઇ કોઈક ને પૂછ્યું કે અહીં જુગાર ક્યાં રમાઈ છે. હું પણ જુગાર રમવા માટે આવ્યો છું. એમનો વેશ જોઈ જુગાર રમવા આવ્યા હશે. એમ સમજી આ ફળિયાના ઇસ્માઇલ ઈબ્રાહીમ દિવાનના મકાનમાં જુગાર રમાતી હતી. તે મકાન બતાવતાં PSI શ્રી નાયી ત્યાં પોહચી ગયા હતા અને દરવાજો ખખડાવતાં અંદરથી દરવાજો ખોલતાં દશ જેટલા ઈસમો જુગાર રમતાં પકડાઈ જવા પામ્યા હતા. PSI શ્રી નાયીએ અગાઉથી DYSP, સુરત ગ્રામ્ય પાસેથી જુગરધાર નંબર છ મુજબનું વોરંટ નંબર ૧૯-૨૦૨૦ મેળવી લીધું હતું. PSI એ રેડ પાડતા પહેલાં પોલીસ મથકનાં જવાનોને તૈયાર રહેવા સૂચના આપી હતી.જેમાં જયકીશન મોહીલા, પ્રકાશ રમણ,અનિલકુમાર દિવાનસિંહ, અમૃત ધનજી,તૃષિતભાઈ મનસુખભાઇ વગેરેઓ તથા માંગરોળ પોલીસ મથકની બે સરકારી ફોર વહીલર સાથે ઘટનાં સ્થળે બોલાવી લીધા હતા. સ્થળ ઉપરથી ૧,૧૬,૨૧૦ રૂપિયા રોકડા,૨૭ હજારની કિંમતના મોબાઈલ નગ આંઠ, આઈ ૨૦ કાર જીજે ૧૬-સીએન-૦૭૨૨, કિંમત સાત લાખ, મારૂતિવાન જીજે-૧૬-બીજી-૦૬૪૬, કિંમત એક લાખ, એકટીવા જીજે-૦૫-એફટી-૬૪૫૮,કિંમત ૪૦ હજાર રૂપિયા મળી કુલ ૯,૮૭,૨૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, સાજીદ મકરાણી,ઈંદ્રિસ મકરાણી દાઉદ ગફર મકરાણી તમામ રહેવાસી ખાનદાન ફળિયું,માંગરોળ,ધર્મેશ રાઠોડ, રહેવાસી કીમ-કઠોદરા, સાદીક ગફાર શેખ, રાજુભાઇ માસ્તુભાઈ દિવાન, બંને રહેવાસી નેત્રંગ, શબ્બીર મુન્શી, રહેવાસી દયાદરા, ઇમરાન બ્લુચી, બસીર ગોરી, બંને રહેવાસી ભાલોદ,બળવંત વસાવા, રહેવાસી વાલીયા આમ આ કુલ દશની અટક કરી છે. જ્યારે ઈરફાન ઇલ્યાસ મકરાણી,અકરમ મકરાણી, ઇસ્માઇલ ઈબ્રાહીમ શાહ, તમામ રહેવાસી, ખાનદાન ફળિયું માંગરોળને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.આ બનાવ અંગે તૃષિતભાઈ મનસુખભાઈ એ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં PSI પરેશ એચ નાયી એ FIR દાખલ કરી છે. જ્યારે આ ગુનાની વધુ તપાસ તૃષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है