શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે મંદિર ફળિયામાં તેમજ વાંકલ ગામ ખાતે પંચાયતના અંદર માં આવતા એવાં ઘણાં ઝાડો છે જે લોકો માટે અને રહેણાંકના ઘરોને નુકસાની પોહોચાડે તેવાં ઝાડો ઉભા છે, જે માંથી આ એક લીમડાનું ઝાડ ટુટી પડ્યું અને તેનાથી રીક્ષાને તેમજ એક ઘરને નુકસાન થયું છે. ગ્રામજનો નું કહેવું છે કે આ બાબતે ઘણી વાર સરપંચ ને આ ઝાડોને કાઢી નાખવા માટે રજુઆતો કરવામાં આવી છે, પરંતું ગ્રામ પંચાયતના હોદ્દેદારો આ બાબતે ધ્યાન દોરતા નથી જેના કારણે આજે આ નુકસાની જોવી પડી છે. અનેGEB ના કર્મચારીઓને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ ઝાડો ક્યારેય પડે તેનું કઈ કહીં નાં શકાય જેથી કરીને વીજ પોલને નુકસાની ના પોહોચે જેથી કરીને અડચણ ઉભી થતી હોય તેવાં ઝાડો નું સફાઈ કરાવામાં આવે પરંતુ GEB ના કર્મચારીઓએ પણ આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું નહિ. જેથી આજરોજ તા. ૦૬/૧૨/૨૦૨૦ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાના સમયે લીમડાનું ઝાડ ટુટી પડ્યું અને રીક્ષાના માલીકને તેમજ મકાન માલીકને આજે આ હાલાકી વેઠવી પડી છે. કુદરતી કળાના કારણે કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ ગીરીશભાઈ સુમનભાઈ મહેતા નાં મકાનને અને રીક્ષાને નુકસાની થઈ છે. જેથી કરીને ન કરે નારાયણ અને જો કાલે ઉઠીને કોઈ બીજો બનાવ બને અને લોકો ઈજાગ્રસ્ત થયા તે પહેલાં ગ્રામ પંચાયતે આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ઘરોની નજીક આવેલા ઝાડો તેમજ અન્ય ઝાડો જેની કોઈ ટકવાની ખાત્રી ના હોય તેવાં ઝાડોની સફાઈ તેમજ કાપી નાખવામાં આવે જેથી કરીને લોકો રાહત મેળવે તેની ખાત્રી રાખવી જરૂરી છે.