શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ: વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી.જુગારની અસામાજીક પ્રવૃત્તિ પર સંસદ વોચ રાખી ગુનાઓ શૌધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજ રોજ નેત્રંગ પો.સ.ઇ.શ્રી એન. જી.પાંચાણી સાહેબ નાઓના સીધા માર્ગ દર્શન તેમજ સુચના મુજબ નેત્રંગ પોસ્ટે વિસ્તારમાં પ્રોહી. જુગારની અસામાજીક પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢ્ઢવા અંગેની સુચનાઓ આપેલ જે અનુસંધાને આજ રોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, એક સીલવર બ્લુ કલરની મારુતિ કંપનીની જૂના મોડલની જૈન ફોરવ્હીલ ગાડી નંબર- MH-04-AR-8432 માં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી ડેડીયાપાડ તરફ આવનાર છે અને અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમી આધારે થવા ચેક પોસ્ટ ઉપર નાં કે બંધ કરેલ અને ડેડીયાપાડા તરફથી ફોરવ્હિલ ગાડી નંબર MH-04-AR-8432 ની આવતા તેને રોકી લઈ ચેક કરતા ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ગેર કાયદેસર વગર પાસ પરમીટનો વિદેશી દારૂની કુલ્લે મોટી બોટલો નંગ-૧૧૪/- કીરૂ. ૫૯,૦૪૦/- તથા ફોર શૈલ ગાડી કીરૂ 3પ,000/- તથા મોબાઈલ નંગ-૨ કી.રૂ ૬000/- મળી કુલ્લે રૂપીયા ૧,00,૦૪૦/-ને પ્રોહિ મુદામાલ મળી આવતા આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી:
(૧) ચેતનભાઇ ઉર્ફે જીતુ S/O જગનભાઇ ગોવિદભાઇ પટેલ (લેવા પટેલ , ઉં.વ.૨૭, હાલ રહે. અકલેશ્વર GIDC અશ્વિની હઈડ એપાર્ટ.રૂમ નં.૩૦૩/B , તા-અંકલેશ્વર જી ભરૂચ મૂળ રહે.રહે, વેળાવદ , તા. જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
(૨) હેમંતભાઇ ઉર્ફે મુન્નો S/O અશોકભાઈ લીમજીભાઇ ચૌધરી ઉ.વ. રપ હાલ ર,અંકલેશ્વર ,કાપોદ્રા વૈભવ પાર્ક સોસાયટી, તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે, પુસનંદ ,તા-બ્રાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
ઉપરોક્ત કામગીરી પો.સ.ઇ. શ્રી એન જી. પાંચાણી સાહેબના માર્ગદર્શન હૅઠળ તથા અ હે વિજયસિંહ કાનાભાઇ ,બ.ન. ૧૦૮૨ તથા અ.હે છે જગદિશભાઈ પાંચાભાઇ, બ,ન.૯૦૧ તથા પો.કો મુળજીભાઇ ખાનસીગભાઇ બ ન, ૧૪૮૪ તથા પો.કો.કિશનભાઈ પાંડીયાભાઈ બન, ૫૧૦૩ તથા પો.કો, અજીતભાઇ વિરજીભાઈ બન ૧૨૮૦ તથા પો.કો જીનેશભાઇ જશવતભાઈ બ.ન ૧૦૩૮ તથા પો.કો. અજીતભાઇ માંગાભાઈ બ.ન.૧૪૮૨ નેત્રંગ પોસ્ટ મારફતે કરવામાં આવેલ છે,