શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનીરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા I/C વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા સી.પી.આઈ. શ્રી બી.એમ. રાઠવા અંક્લેશ્વરનાઓએ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજ રોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા તરફથી એક સફેદ કલરનુ છોટા હાથી ટેમ્પા નંબર GJ-05-BU-5776 માં તળીયાના ભાગે ચોર ખાનુ બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે બાતમી આધારે ઉપરોક્ત નંબર વાળો છોટા હાથી ટેમ્પાનો પીછો કરી બાપા સીતારામ હોટલ પાસે ઉભી રખાવી કોર્ડન કરી તપાસ કરતા નીચે મુજબનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી:
અલ્લાઉદ્દીન S/O ઇસુભાઇ મલેક ઉ.વ.૩૯ હાલ રહે,આશીયાના નગર ,ભારત બેકરીની બાજુમાં ,બારડોલી તા.બારડોલી જી.સુરત
કબ્જે કરેલ મુદામાલ:
છોટા હાથી ટેમ્પા GJ-05-B11-5776 માં ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-૯૬૨ કુલ કીમત રૂ.૧,૦૨,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિંરૂ.પ૦૦/- તથા પ્લાસ્ટીકના ખાલી કેરેટ નંગ-૪૧ કિ.રૂ.૪૧૦૦/- તથા છોટા હાથી ટેમ્પાની કી રૂ.૪,૫૦,૦૦૦/- મળી કુલ્લે
રૂપીયા ૫,૫૭,૪૦૦/
*વોન્ટેડ આરોપીઓ:
ભરતભાઇ રહે.નંદુરબાર ( મહારાષ્ટ્ર ) જેનુ પુરૂનામ સરનામુ જણાયેલ નથી.