
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભાજપ, કોંગ્રેસ, બીટીપી, આપના નેતાઓ એક મંચ પર આવ્યા ;
બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ નાં કાર્યક્રમ નિમિત્તે અદ્ધ્ધ .. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી!!!
ડેડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં 13મી, સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બી.ટી.પી.ના મુખ્ય સંરક્ષક છોટુ વસાવા, નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, આમ આદમી પાર્ટી આદિવાસી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નિરંજન વસાવા, શંકર વસાવા સહિત અનેક આગેવાનો એક મંચ પર દેખાયા હતા.
દેડિયાપાડા ખાતે ૧૩, મી સપ્ટેમ્બરના રોજ “બિરસામુંડા સ્મારક સમિતિ” દ્વારા આયોજીત
૧૩, સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ભવ્ય ઉજવણી તથા શહીદ ક્રાંતિકારી વીર બિરસામુંડાની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા અને નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ભાજપના પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા, આમ આદમી પાર્ટી આદિવાસી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નિરંજન વસાવા સહિત અન્ય આદિવાસી મહાનુભાવો દ્વારા આદિવાસી પરંપરા અને
પુજા વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રતિમાનું અનાવરણ ઉપરોક્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આસ પાસ થી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, તેમજ આદિવાસીઓની વંશ પરંપરાગત પોશાક આભૂષણો અને વિવિધ વાજીંત્રો અને ઢોલ શરણાઈ,
તુર સાથે વાજતે ગાજતે પીઠા ગ્રાઉન્ડ થી યાહામોગી ચોકથી મુખ્ય બજારમાં થઈ કુમાર શાળા રોડ થઈ પરત ફરી હતી. અને ઢોલ, શરણાઇ, તુર અને આદિવાસી વાજીંત્રોની સ્પર્ધા રાખવામાં આવી હતી. અને ઈનામ આપવામાં આવ્યું હતું.