દક્ષિણ ગુજરાત

બનાવટી ચલણી નોટો શોધી કાઢતી ભરૂચ એસ.ઓ.જી. :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જિલ્લામાં બનાવટી ચલણી નોટોની બજારમાં વપરાશકર્તા/હેરાફેરી કરતા બાંગ્લાદેશી તેમજ અન્ય ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રાખવા સુચના અને માર્ગદર્શન આપેલ તે આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પટેલ નાઓએ એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/પોલીસ માણસોને બાંગ્લાદેશી તેમજ અન્ય ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રાખવા અને માહિતી મેળવવા સુચના કરતા તથા જાતેથી બાતમીદારોનો સંપર્ક કરતા તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ એ.એસ.આઇ. પ્રદિપભાઇ રમેશભાઇ એસ.ઓ.જી.ભરૂચ નાઓને બાતમી મળેલ કે સુરત તરફથી હોન્ડા CB યુનીકોન કાળા કલરનુ મોટરસાયકલ નંબર- GJ-05-SY-4060 ઉપર એક ઇસમ બનાવટી ચલણી નોટો લઇને અંકલેશ્વ્રર અન્સાર માર્કેટમાં ખરીદી કરવા આવનાર છે” જે હકિકત આધારે સુરતથી અંકલેશ્વ્રર તરફ આવતા નેશનલ હાઇવે નં-૪૮ ઉપર પોલીસ સ્ટાફ સાથે છુટાછવાયા ગોઠવાઇ જઇ ઉપરોક્ત મોટર સાયકલની વોચ રાખતા ને.હા.-૪૮ ઉપર આવેલ હોટલ પરીવાર નજીક રોડ ઉપર સદર મો.સા. આવતી જણાતા તેને રોકી લઇ ચાલકનુ નામ પુછતા તેણે પોતાનુ નામ જીજ્ઞેશભાઇ નટુભાઇ રાણીંગા રહે.મોરથાણા ગામ પ્લોટ ફળીયુ તા.કામરેજ જિ.સુરત મૂળ રહે. ૬૫, નંદનવન સોસાયટી, કાળીયાબીડ, ભાવનગર નો હોવાનુ જણાવતા તેની પાસેની થેલીમાં તપાસ કરતા થેલીમાં ૫૦ ના દરની અલગ અલગ સીરીયલ નંબરની ભારતીય બનાવટની ચલણી નોટોનો જથ્થો જણાઇ આવતા તે જોતા પ્રથમ દ્રષ્ટ્રીએ જ બનાવટી ચલણી ખોટી નોટો જણાતી હોય નજીકમાં આવેલ બેન્ક ઓફ બરોડાના મેનેજરશ્રી મારફતે સદર નોટો તપાસ કરાવતા ફેક હોવાનુ જણાવેલ તથા FSL અધિકારી ભરૂચ નાઓની પાસે પણ પ્રાથમિક તપાસ કરાવતા સદર નોટો ખોટી હોવાનુ જણાવતા તેની પાસેની અલગ અલગ સીરીયલ નંબરની ગેરકાયદેસરની ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો રૂપિયા ૫૦ ના દરની કુલ ૫૬૪૪ નોટો કુલ કિ.રૂ.૨,૮૨,૨૦૦/- ના મુલ્યની મળી આવેલ જે પોતે જાતે બનાવેલ હોવાનુ જણાવેલ હોય અને આ નોટો લઇને પોતે અન્સાર માર્કેટ અંકલેશ્વ્રરમાં ખરીદી કરવા આવેલ હોવાનુ જણાવતા આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી તેના પાસેથી મળી આવેલ ૫૦ ના દરની કુલ ૫૬૪૪ બનાવટી નોટો રૂ.૨,૮૨,૨૦૦/- ના મુલ્યની તથા મોબાઇલ ફોન -૧, કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા. કિં.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૩૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી સામે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. માં ઇ.પી.કો.કલમ ૪૮૯(એ), ૪૮૯(બી), ૪૮૯(સી), ૪૮૯(ડી), મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આગળની તપાસ એસ.ઓ.જી.ભરૂચ કરી રહેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ:-
જીજ્ઞેશભાઇ નટુભાઇ રાણીંગા રહે.મોરથાણા ગામ પ્લોટ ફળીયુ તા.કામરેજ જિ.સુરત મૂળ રહે. ૬૫, નંદનવન સોસાયટી, કાળીયાબીડ, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ:-

ઉપરોકત આરોપી પાસેથી (૧) ૫૦ ના દરની કુલ ૫૬૪૪ બનાવટી નોટો રૂ.૨,૮૨,૨૦૦/- ના મુલ્યની (૨) સેમસંગ મોબાઇલ ફોન -૧, કિ.રૂ.૫૦૦૦/- (૩) મો.સા. નંબર- GJ-05-SY-4060 કિં.રૂ. ૫૦,૦૦૦/- ના મુદ્દામાલ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

(૧) પો.ઇ. શ્રી પી.એન.પટેલ (૨) પો.સ.ઇ શ્રી એન.જે.ટાપરીયા (૩) પો.સ.ઇ શ્રી પી.આર.ગઢવી (૪)એ.એસ.આઇ. પ્રદીપભાઇ રમેશભાઇ (૫) હે.કો.ધર્મેંદ્રભાઇ જુલાલભાઇ (૬)હે.કો.રવિન્દ્રભાઇ નુરજીભાઇ (૭) હે.કો.વરસનભાઇ શંકરભાઇ (૮) હે.કો. હરેશ રામકૃષ્ણ, (૯) હે.કો.જયેશભાઇ સાકરલાલ (૧૦) પો.કો. ભાવસીંગભાઇ નગીનભાઇ (૧૧)પો.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ (૧૨)પો.કો.સુરેશભાઇ રામસીંગભાઇ (૧૩)પો.કો.મો.ગુફરાન મો.આરીફ (૧૪) પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ (૧૫) એ.એસ.આઇ.રજનીભાઇ રણછોડભાઇ (૧૬) પો.કો.પ્રહલાદસિંહ દાનુભાઇ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है