મારું ગામ મારાં ન્યુઝ

ડાંગના માદલબારી ગામના ગાયઘર ફળિયાના ૧૮ ઘરોને મળ્યા વિનામૂલ્યે વીજ જોડાણ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગના માદલબારી ગામના ગાયઘર ફળિયાના ૧૮ ઘરોને મળ્યા વિનામૂલ્યે વીજ જોડાણ :

કુટિર જ્યોતિ યોજના હેઠળ વીજળીથી વંચિત સો જેટલા પરિવારોને અપાશે મફત વીજ જોડાણ :

અંધારીયા ગામોને ઝળહળતા કરવાનુ રાજય સરકારનું અભિયાન :

આહવા: એક સમયના અંધારીયા ગામને વીજળીની રોશનીથી ઝળહળતા કરવાના અનોખા અભિયાનના ભાગરૂપે, રાજ્ય સરકારની ‘કુટિર જ્યોતિ યોજના’ હેઠળ વીજળીથી વંચિત પરિવારોને, વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આહવા સબ ડિવિઝન મારફત રાજય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ‘કુટીર જ્યોત યોજના’ અંતર્ગત આજદિન સુધી વીજળીથી વંચિત રહી ગયેલા બી.પી.એલ. લાભાર્થી પરિવાર તથા અન્ય ગરીબ લાભાર્થીઓ કે જેમની વાર્ષિક આવક રૂ! ૧ લાખ ૨૦ હજાર સુધીની હોય તેમને વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવી રહ્યાં છે.


માદલબારી ગામના ગાયઘર ફળિયાના લાભાર્થી શ્રી ગોવિંદભાઈ સાબળે તથા તુકારામ સાબળેએ, તેમને અંધારીયા યુગમાંથી બહાર કાઢવા બદલ સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી, આભાર પ્રદર્શિત કર્યો હતો.
આગામી દિવસોમાં વીજળીથી વંચિત બી.પી.એલ. પરીવારોને સૌથી  વધારે વીજ જોડાણ વિનામૂલ્યે મળી રહે તેવી કાર્યવાહી વીજ કંપનીએ હાથ ધરી છે, તેમ જણાવતા નાયબ ઈજનેર શ્રી વિજયભાઈ પટેલે, હયાત વીજ લાઈનથી ૩૦ મીટરના અંતરે ‘કુટિર જ્યોત યોજના’ અંતર્ગત વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવે છે. જેની પાછળ સરકારને એક જોડાણ દીઠ રૂ! ૩૫૦૦ જેટલો ખર્ચ આવે છે તેમ ઉમેર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકારે જ્યોતિગ્રામ યોજના હેઠળ રાજયના તમામે તમામ અઢાર હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડી છે. સાથે સાથે ગામડાઓને ૨૪ કલાક, થ્રી ફેઝ વીજ પુરવઠો મળી રહે તે પણ સુનિશ્ચિત કરાયું છે.
આ ઉપરાંત ‘સોલાર રૂફટોપ દ્વારા ઘરે ઘરે સૌર ઊર્જાનું ઉત્પાદન પણ થતા હવે પ્રત્યેક ગામોમાં ગ્રામીણ જીવન સ્તર ઊંચું આવ્યું છે. તો શાળાઓમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વધવા સાથે,આરોગ્ય અને માળખાકિય સુવિધાઓમાં પણ વધારો થયો છે, સ્થાનિક ઉપયોગોના વિકાસ સાથે ડેરી અને મિલ્ક ટેસ્ટિંગની સુવિધાઓ પણ વધવા પામી છે.
સને ૧૯૪૭ થી ૨૦૦૨ દરમિયાન રાજયનું રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કે જે ૯૯ મેગાવોટ હતું. તે બે દાયકામાં વધીને ૧૬ હજાર ૫૮૮ મેગાવોટ સુધી પહોંચ્યું છે. તો ૧૯૪૭ થી ૨૦૦૨ દરમિયાન રાજયનું કુલ વીજ ઉત્પાદન ૮ હજાર ૭૫૦ મેગાવોટ હતું, તે વધીને વર્ષ ૨૦૨૨માં ૪૦ હજાર ૧૩૮ મેગાવોટ સુધી પહોચાડ્યું છે.
આમ, રાજય સરકારના હકારાત્મક અભિગમથી ચાલુ સમયે જતી વીજળી ભૂતકાળ બની ગઈ છે. તો વીજળીના અભાવે ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, મહિલાઓનું હાડમારીભર્યુ જીવન અને સૌર ઊર્જાની ઉપેક્ષા એ બધી બાબતો ભૂતકાળ બની જવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है