દક્ષિણ ગુજરાત

પોલીસ તરીકે ઓળખાણ આપી મોટરસાયકલ ઉપર લિફ્ટ આપી ધાક-ધમકી દ્વારા રોકડા રૂપિયા તેમજ દાગીના પડાવી લુંટ કરતા બે ભેજાબાજોને ઝડપી પાડતી ભરૂચ શહેર “એ” ડીવી. પોલીસ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા હેતુસર સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિભાગ નાઓને માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં “પોલીસ તરીકેની ઓળખાણ આપી મોટરસાયકલ ઉપર લિફ્ટ આપી ધાક-ધમકી દ્વારા રોકડા રૂપિયા તેમજ દાગીના પડાવી લુંટી લેવાનો બનાવ ” તા. ૧૬/૦૯/૨૦૧૭ ના રોજ મઢુલી સર્કલ થી આશ્રય સોસાયટી ના રોડ પર બનેલ જે બનાવ આધારે સર્વેલન્સ ટીમ મારફતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ આરોપીઓનાં વર્ણન આધારે મોટર સાયકલ નંબર GJ-16-CM- 0797 સાથે બે ઇસમો (૧) શેખ મંહમદ અફઝલ રહેવાસી- વેજલપુર કુભારીયા ઢોળાવ ભરૂચ (૨) સન્ની મુકેશભાઇ મિસ્ત્રી રહેવાસી- વેજલપુર, ઘાંચીવાડ, ભરૂચ નાઓએ  લૂંટમાં ઉપયોગ કરેલ મોટર સાઇકલ તથા રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

આ આરોપીઓ એ ગઈ તા.૧૬/૦૯/૨૦૨૦ નાં રાત્રીના અગિયારેક વાગ્યાનાં સુમારે આ કામનાં ફરિયાદી કુમારન એમ.મુરૂગેશન રહે.આશીર્વાદ સોસાયટી નંદેલાવ રોડ,ભરૂચ નાઓને આરોપીએ મોટર સાયકલ પર પ્રથમ ABC સર્કલ થી લિફ્ટ આપી હતી ત્યાર બાદ પોલીસ હોવા અંગેનો ખોટો પરિચય આપી ધાક ધમકી આપી આરોપી ફરીયાદી ની મઢુલી સર્કલ ખાતે ઉતારવાને બદલે જબરદસ્તી કરી નંદેલાવ ગામ તરફ રોડ ઉપર લઇ ગયેલ ત્યા વગર નંબરની રીક્ષા પાર્ક હતી જ્યાં આરોપી શેખ મહમદ અફઝલ ઉભેલ હતો તે જગ્યાથી ફરીયાદી ને બળજબરી પુર્વક રીક્ષામાં બેસાડીને ફરીયાદી પાસેથી રોક્કા રૂપિયા લુંટી લીધા બાદ HDFC તથા ICICI ATM કાઢી લઇ ભરૂચ શહેર જંબુસર બાયપાસ વિસ્તાર માં આવેલ ATM સેન્ટર ઉપર થી રૂપિયા પણ કાઢેલ હતા તેમજ GOOGLE PAY APPLICATION નાં પાસવર્ડ દ્વારા પણ આરોપીઓ એ આ કામના

ફરિયાદી પાસેથી જબરજસ્તી તેમજ ધાક ધમકી આપી માર મારી રોન્ડા રૂપિયા ૧૫,૩૫૦/- તેમજ ચાંદીની વીટી તથા કાંડા ઘડીયાળની લુંટ કરેલ હતી. આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તેમજ વગર નંબરની રીક્ષા પણ કજે કરવામાં આવેલ છે. તેમજ લુંટ કરેલ રોકડ રૂપિયા તેમજ ચાંદીની વીટી તથા કાંડા ઘડિયાળ આરોપીઓ પાસેથી રીકવર કરી વધુ મુદ્દામાલ બાબતે બંને આરોપીઓને નામદાર કોર્ટ માંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી /કર્મચારી:

(૧)પો.ઇન્સ. શ્રી એ.કે.ભરવાડ (ર) પો.સબ.ઇન્સ. શ્રી વી.એચ.ચૌહાણ (૩) અ.હે.કો.રાજેન્દ્રભાઇ નાથાભાઇ (૪) અ.હે.કો. જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ (૫) અ.પો.કો. જશવંતભાઇ ચંદુભાઇ (૩) અ.પો.કો. પંકજભાઇ રમણભાઈ (૭) પો.કો. પ્રદીપભાઇ બાબુભાઇ (૮) અ.પો.કો. કનુભાઇ શામળાભાઇ (૯) અ.પો.કો. ભરતભાઇ અરશીભાઇ (૧૦) અ.પો.કો. મહેશકુમાર પર્વતસિંહ (૧૧) અ.પો.કો. શક્તિસિંહ જીલુભા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है