શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા જણાવેલ છે સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચીરાગ દેસાઇ , અંક્લેશ્વર વિભાગ , અંક્લેશ્વર નાઓના માર્ગદર્શન મુજબ કટીબધ્ધ હોય . આજ રોજ ભરૂચ ડી.સી કંટ્રોલના લોગ મેસેજના આધારે અમો પો.સબ.ઇન્સ પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમાં હાજર હતા દરમ્યાન ડી.સી કંટ્રોલના લોગમાં જણાવેલ ટ્રકોના નંબર સીવાયની બીજી ચાર જેટલી ટ્રકો તાડપત્રી બાધેલી શંકાસ્પદ હાલતમાં નેત્રંગ જવાના રસ્તા પર સારસા માતાના મંદિર પાસે આવેલ તળાવ પાસે મળી આવતા ચારેવ ટ્રકોને ઉભા રખાવી તેની અંદર તપાસ કરતા ટાટા ટ્રક નંબર- ( ૧ ) GJ – 16-z-8686 ના ડ્રાઇવરનું નામ મહેબુબ રસુલ મલેક રહે.ભરૂચ , મહમદ પુરા , ધોબી તળાવ ભરૂચનો હોવાનું જણાવેલ સદર ટ્રકમાં જોતા કુલ -૧૧ નંગ ભેસો ભરેલ હતી તથા ( ૨ ) GJ – 01 – BY – 5656 ના ડ્રાઇવરનું નામ હનિફ અલી મારવાડી રહે.ભરૂચ , નાના નાગોરીવાડ ભરૂચનો હોવાનું જણાવેલ સદર ટ્રકમાં જોતા કુલ -૦૯ નંગ ભેસો ભરેલ તથા ( 3 ) GJ – 16 – w – 9886 ના ડ્રાઇવરનું નામ બાબુભાઇ ચંદુભાઇ તડવી રહે.ભરૂચ , મકતમપુર , સિધ્ધી વિનાયક મંદિરની બાજુમાં ભરૂચનો હોવાનું જણાવેલ સદર ટ્રકમાં જોતા ૦૮ નંગ લેસો તથા ૦૫ નંગ ભેસોના બચ્યા ( પાડીયા ) કુલ નંગ -૧૨ ભરેલ હતા ( ૪ ) GJ – 16-Z-5656 ના ડ્રાઇવરનું નામ યુસુફ મહમદ પટેલ રહે.ભરૂચ , બદલ પાર્ક સોસાયટી C-6 ભરૂચનો હોવાનું જણાવેલ સદર ટ્રકમાં જોતા ૦૮ નંગ ભેસો તથા ૦૪ નંગ ભેસોના બચ્ચા / પાડીયા ) કુલ નંગ -૧૨ ભરેલ આમ ટ્રકોમાં પશુઓને ખીચો – ખીચ ભરી ટુકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસ ચારો કે પાણીની સગવડ વીના લઈ જતા ચારેવ ટ્રકોમાં ભરેલ ભેંસો નંગ -૩૬ જે એક ભેસની કિમત ૧૦,૦૦૦ / -લેખે કુલ -૩૬ ભેસોની કિમત ૩,૬૦,૦૦૦ / – ગણી શકાય તથા ભેસોના બચ્ચા / પાડીયા , જે એક બચ્ચાની કિ.રૂ ૨૦૦૦ / – લેખે ગણી કુલ નંગ -૯ કિ.રૂ ૧૮,૦૦૦ / ગણી તથા કુલ -૪ ટ્રકોની કિ.રૂ ૧૦,૦૦,૦૦૦ / -મળી કુલ્લે રૂપિયા ૨૩,૭૮,૦૦૦ / – નો મુદ્દામાલ સાથે ચાર ઇસમોને હસ્તગત કરવામાં આવેલ છે .