
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ઘટના સ્થળ ઉપર લોકટોળાં ઉમટ્યા,પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી:
ભરૂચ જિલ્લાનાં નેત્રંગના ગ્રામ પંચાયતના બાગ પાસેથી બિલોઠી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો,પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ – માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયતના બાગની પાસે રહેતા સ્થાનિક રહીશોને એક મૃતદેહ નજરે પડતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, નેત્રંગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા એક યુવકનો મૃતદેહ નજરે પડ્યો હતો, મૃતદેહની ઓળખ કરવાનો પ્રયત્ન કરતાં મૃતદેહના ખિસ્સામાંથી આધારકાડૅ અને બેંકની પાસબુક મળી આવતા નેત્રંગ તાલુકાના બિલોઠી ગામના ભંગડાભાઇ મથુરભાઇ વસાવાનો પુત્ર લાલાભાઇ વસાવા (ઉ.૪૫) હોવાનું માલુમ પડ્યું હતું, ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરાતાં નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા, જેમાં જાણવા મળેલ કે,મૃતક લાલાભાઇ વસાવા છેલ્લા ત્રણેક દિવસથી ઘરે ગયા ન હતા,અંકલેશ્વર ખાતે કંપનીમાં કામધંધા અર્થે મજુરીકામ કરવા માટે ગયેલ હતા,અને કોઇ અગમ્યા કારણસર મોત નિપજ્યાંના અહેવાલ મળી રહ્યા છે,આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી,અને ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા.