
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેસભાઈ
ઝંખવાવ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન ખાનગી બાતમીનાં આધારે ઝંખવાવનાં ટાવર ફળિયામાં વરલી મટકાનો જુગાર રમાડતાં બે લોકોની મુદ્દામાલ સાથે ધરપકડ:
:
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ઝંખવાવ ગામના ટાવર ફળિયામાં જાહેરમા અમુક ઇસમો વરલી મટકાનો જુગારધામ ચલાવે છે તેવી બાતમી મળતા અ.પો.કો. પ્રફુલકુમાર ફરજ.માંગરોળ પોલીસ સ્ટેસનમાં સાથે અ.પો.કો. પરેશભાઈ અને બે પંચોના માણસો સાથે ખાનગી ગાડીમાં આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતાં તે દરમ્યાન ખાનગી બાતમીનાં આધારે ઝંખવાવનાં ટાવર ફળિયામાં વરલી મટકાનો જુગાર રમાડવામાં આવે છે, તે જગ્યા ઉપર રેડ કરતા એ જગ્યા એ લોકોનું ટોળુ ભેગુ થયેલું જોતા અને કઇક લખાવતા અને કોઈ કઈક લખતો હોય તેવુ જણાતા રેડ કરતા બે ઇસમોની ધરપકડ કરી જેઓની જાત પુછપરછ કરતા (1) સંજયભાઇ વિક્રમભાઇ વસાવા રહે. ઝંખવાવ વાંકલ રોડ. ને
( 2) હર્ષદભાઇ ખુશાલભાઇ ચૌહાણ રહે. ટાંકી ફળિયુ. તેમને તપાસ કરતાં એકના હાથમાં મુંબઈ કલ્યાણ બજરની બુક અને બીજાના હાથમાં દિવસ મિલન બજારની એમ બે બુક મળી આવી હતી, ઝડતી કરતાં ભારતીય ચલણી નોટ ૯૦૧૦/- રુપિયા મળી આવ્યા.
તેમજ બે મોબાઇલ રૂ.૪૦૦૦ની કીમત સહીત કુલ ૧૩૦૧૦નો મુદ્દામાલ અને જુગાર રમાડવાનાં સાધનો કબજે લેવામાં આવ્યા. સદર ઈશમો પર ગુનો દાખલ કરી અગાઉની કાર્યવાહી કરવામાં આવી.