શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નવાગામ ખાતે તાલુકા કારોબારી અધ્યક્ષ દક્ષાબેન વસાવાની ઉપસ્થિતમાં “વંદે ગુજરાત વિકાસયાત્રા”નો કાર્યક્રમ યોજાયો;
ડેડીયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારની વિવિધ યોજનાઓના જે લાભ લાભાર્થીઓને મળેલ છે અને કઈ સહાય મળે છે તેની ચર્ચાઓ કરવામાં આવી, સાથે સરકાર ની જુદી-જુદી યોજનાઓના લાભોનુ કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ હતું, આ સર્વાંગી વિકાસમા કોઇ લાભોથી વંચિત રહી ના જાય અનેદરેક લાભાર્થીઓને ડોક્યુમેન્ટ ક્યાંથી મેળવવાના રહશે તેની તમામ માહિતી તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા તેમજ મામલતદાર એસ.વી.વિરાલાઓ એ ગ્રામજનોને માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ડેડીયાપાડા તાલુકાના કારોબારી અધ્યક્ષ દક્ષાબેન રોહિતભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય અમરસિંગ વસાવા, નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ વિભૂતિબેન વસાવા, તેમજ તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા, ડેડીયાપાડા તાલુકાના મામલતદાર એસ.વી. વિરાલા, સાથે જુદા જુદા વિભાગના સરકારી કર્મચારીઓ તેમજ ગામનાં વડીલો સહિત મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ સાથે આ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.