શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા ખાતે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો:
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજપીપળા ડિવિઝનના જી.એ સરવૈયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નાં હોલમાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 600 થી વધારે લોકોએ ભાગ લીધો હતો ઉપસ્થિત અધિકારીઓ તેમજ જિલ્લાના આરટીઓ દ્વારા વિસ્તારના લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવવા તે અંગેની વિસ્તૃત્ત જાણકારી આપવામાં આવી હતી તથા નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મિશ્રા સાહેબનાઓ દ્વારા ટ્રાફિક નિયમન, ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું તે બાબતે ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી સરવૈયા સાહેબ નાઓએ પ્રાસંગિક પ્રવચન આપેલ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને કાર્યક્રમની જગ્યા પરથી જ પોતાના Android મોબાઈલ ફોનમાં રાજ્ય સરકારની “સારથી” એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આશરે ૩૦૦થી વધુ રજીસ્ટ્રેશન જગ્યા પરથી જ કરાવ્યા હતા, ડ્રાયવિંગ લાયસન્સ વાંચ્છુઓ આ કાર્યક્રમનો સાચા અર્થમાં લાભ મેળવી શકે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સદર કાર્યક્રમથી લોકો પ્રભાવિત થયો હતો, અને આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા