દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લામાં તા. ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે;

આદર્શ આચાર સંહિતાના અમલ બાબતની તમામ સૂચનાઓ/જોગવાઇઓનું ચૂસ્તપણે પાલન થાય તે જોવા નોડલ અધિકારીશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી અમલીકરણ અધિકારીશ્રીઓ સહિતના સંબંધિત તમામને જાહેર અનુરોધ;

 

        રાજપીપલા: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા ડિસેમ્બર-૨૦૨૧ માં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા અંગે તા.૨૨/૧૧/૨૦૨૧ થી જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ અત્રેના નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં-૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, તિલકવાડા તાલુકામાં ૨૭-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, ગરૂડેશ્વર તાલુકામાં ૩૬-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૧-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, દેડીયાપાડા તાલુકામાં ૩૯-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૪-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી તેમજ સાગબારા તાલુકામાં ૩૦-ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી કોઇ નથી. આમ, કુલ મળી ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૨/૧૧/૨૦૨૧ ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવતી હોય, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજવા અંગેની આદર્શ આચાર સંહિતાના અમલ બાબતની તમામ સૂચનાઓ/જોગવાઇઓનું ચૂસ્તપણે પાલન થાય તે જોવા નોડલ અધિકારીશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી અમલીકરણ અધિકારીશ્રીઓ સહિતના સંબંધિત તમામને જાહેર અનુરોધ કરાયો છે.

  રાજ્ય ચૂંટણી આયોગ ધ્વારા જાહેર કરાયેલ ચૂંટણીના કાર્યક્રમ મુજબ ચૂંટણીની જાહેરાતની તારીખ:-૨૨-૧૧-૨૦૨૧, ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ:-૨૯-૧૧-૨૦૨૧, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ:-૦૪-૧૨-૨૦૨૧, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તારીખ:-૦૬-૧૨-૨૦૨૧, ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ:-૦૭-૧૨-૨૦૨૧, મતદાનની તારીખ તથા સમય :- ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી, પુનઃ મતદાનની તારીખ :- (જરૂરી જણાય તો) ૨૦-૧૨-૨૦૨૧, મતગણતરીની તારીખ:-૨૧-૧૨-૨૦૨૧ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ:-૨૪-૧૨-૨૦૨૧ નિયત કરાઇ છે, જેની જાહેર જનતાને નોંધ લેવા નોડલ અધિકારીશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है