
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા :- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ વિભાગના સુરતના શ્રી એમ.વાય.થુંથીવાલાને સરકારશ્રી દ્વારા નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકેનો વધારાનો હવાલો સોંપાતા શ્રી એમ.વાય.થુંથીવાલાએ નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી( વિકસતી જાતિ) તરીકેનો વધારાનો હવાલો તાજેતરમાં સંભાળી લીધેલ છે.
નર્મદા જિલ્લાની જાહેર જનતા કે જેનો સમાવેશ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાતવર્ગ, લઘુમતિ જાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં થાય છે. તેઓ માટેની જુદી જુદી શૈક્ષણિક તેમજ યોજનાકીય કામગીરી માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી( વિકસતી જાતિ) તરીકે નર્મદા જિલ્લાની વધારાની કામગીરી માટે શ્રી એમ.વાય.થુંથીવાલા નર્મદા જિલ્લા ખાતે કચેરી કામકાજના દિવસો દરમિયાન દર અઠવાડીયાના ગુરૂવાર તેમજ શુક્રવારના દિવસે હાજર રહી ફરજ બજાવશે. બાકીના દિવસે પણ કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે,જો કોઈ અરજદાર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની રૂબરૂ મુલાકાત લેવા માગતા હોય તો તેઓએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી( વિકસતી જાતિ) રૂમ નં-૨૧ ભોય તળિયે જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે કામકાજના દિવસોમાં દર ગુરૂવારે અને શુક્રવારે સવારના ૧૧:૦૦ થી બપોરના ૧:૦૦ કલાક દરમિયાન મળી શકશે.