દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લાના ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભામાતા, ધાત્રીમાતા અને કિશોરીઓના આધાર કાર્ડ નોંધણીની કામગીરીનો પ્રારંભ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

“પૌષ્ટિક અને સમતોલ આહાર,શરીરને આપે તંદુરસ્તી અપાર”

નર્મદા જિલ્લાના ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભામાતા, ધાત્રીમાતા અને કિશોરીઓના આધાર કાર્ડ નોંધણીની કામગીરીનો પ્રારંભ : તા.૨૫ મી સપ્ટેમ્બર સુધી થનારી નોંધણીની કામગીરી:

પોષણમાહની થનારી વચ્યુઅલ ઉજવણી દરમિયાન અંદાજે ૨૦૦ જેટલી જોખમી ચિન્હો ધરાવતી સગર્ભા માતાઓ સાથે તબીબી અધિકારીઓ દ્રારા કરાશે ટેલીફોનિક વાર્તાલાપ:

“સહી પોષણ દેશ રોશન” સુત્રને સાર્થક કરવા જન આંદોલન સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓ સાથે કટિબધ્ધ નર્મદા જિલ્લો:

રાજપીપલા :- રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો આઈસીડીએસના લાભાર્થીઓને મળી રહે એવા ઉમદા આશયથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન અને જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર સુશ્રી કિષ્નાકુમારી પટેલની રાહબરી હેઠળ જિલ્લા પંચાયતના તાબા હેઠળની તમામ આઈસીડીએસ કચેરીઓમાં આધાર નોંધણી કીટ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવેલ છે, જે અંતર્ગત પોષણ માસ-૨૦૨૦ની ઉજવણી ઝુંબેશના સ્વરૂપે કરી શકાય તે માટે તા. ૧૪ મી સપ્ટેમ્બર થી આઈસીડીએસના ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભામાતા, ધાત્રીમાતા અને કિશોરી લાભાર્થીઓના આધાર કાર્ડ નોંધણીની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ કામગીરી તા.૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી ચાલુ રહેશે.

તદઉપરાંત તા.૨૬ મી સપ્ટેમ્બર,૨૦૨૦ થી બપોરે ૩:૦૦ કલાક પહેલા આઇસીડીએસના લાભાર્થીઓની આધાર નોંધણીની કામગીરી તથા બપોરે ૩:૦૦ કલાક પછી અન્ય રહીશો/લાભાર્થીઓની આધાર નોંધણીની કામગીરી રાબેતા મુજબ હાથ ધરવામાં આવનાર છે.

જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર સુશ્રી કિષ્નાકુમારી પટેલે જણાવ્યું હતું કે, “પૌષ્ટિક અને સમતોલ આહાર,શરીરને આપે તંદુરસ્તી અપાર” “સહી પોષણ દેશ રોશન” સુત્રને સાર્થક કરવા નર્મદા જિલ્લામાં પોષણ સંદર્ભે લોકજાગૃત્તિ લાવવા જન આંદોલન સ્વરૂપે વિભિન્ન પ્રવૃત્તિઓ કરી “પોષણમાહ-૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી વર્ચુઅલ રીતે ઉજવણી કરવા માટે અંદાજીત ૨૦૦ જેટલી જોખમી ચિન્હો ધરાવતી સગર્ભા માતાઓ સાથે જિલ્લાના આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસરશ્રીઓ દ્રારા ટેલીફોનિક વાર્તાલાપ કરી રસીકરણ સાથે સ્તનપાન અને કાંગારૂ કેર દ્વારા શિશુની સંભાળ, IFA અને કેલ્સિયમ ની ગોળીનુ મહત્વ વગેરે બાબતો અંગે વાર્તાલાપ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.

વધુમાં ક્રિષ્નાકુમારી પટેલે ઉમેર્યું હતું કે, જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પર કિશોરીઓ દ્રારા પોષણને લગતા સંદેશાઓ દર્શાવતા “પોષણ તોરણ” બનાવી સગર્ભા બહેનો, અતિ ઓછા વજનવાળા બાળકોના ઘરોમાં પહોંચાડવામાં આવશે જેના દ્રારા પોષણ અંગે વધુમાં વધુ જાગૃત્તિ ફેલાય, આંગણવાડી કક્ષાએ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ફળો, શાકભાજી, ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરી સલાડ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં જીલ્લામાં કાર્યરત બાળ સેવા કેન્દ્રો– CMTCઅને બાળ સંજીવની કેન્દ્ર –NRC દ્વારા પણ સલાડ અને પોષણયુક્ત વાનગી બનાવી લાભાર્થીઓને યોગ્ય પોષણની જાણકારી આપીને પોષણમાહની ઉજવણી કરવામાં આવનાર હોવાનું જિલ્લા પ્રોગ્રામ ઓફીસર સુશ્રી કિષ્નાકુમારી પટેલે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है