શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદામાં ઠંડીનો ચમકારો વધ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં તાપણાથી ઠંડી સામે રક્ષણ મેળવતા લોકો;
રાજ્યના અમુક જિલ્લાઓમાં કોલ્ડ વેવ જાહેર કરવામાં આવ્યું અને ઠંડીમાં રક્ષણ માટે ની ગાઇડલાઇન બહાર પાડી આપવામાં આવી સલાહ,
સાતપુડા ગિરીમાળાનાં બરફ વર્ષા ને લઈ ઠંડી શીતળ લહેર હજુ પણ ફૂંકાવાની સંભાવના,
ડેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો વધતા રહીશો રાત્રીના સમયે તેમજ દિવસે પણ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેવાનો વારો આવ્યો છે, તો રાત પડતા જ યુવાનો બાળકો અને મહિલાઓ તાપણા આગળ ગોઠવાઈ જાય છે.
ડેડીયાપાડા તાલુકા માં એક બે દિવસથી ઠંડી નું મોજુ ફરી વળતા રાત્રીના સમયે ઠંડીથી બચવા માટે નગર અને ગામ્ય વિસ્તારના રહીશો તાપણાના સહારે ઠંડી ભગાડતા જાેવા મળ્યા હતા. ત્યારે ડેડીયાપાડા નાં ગારદા ગામ માં પણ યુવાનો બાળકો અને મહિલાઓ દ્વારા તાપણા કરી ને તાપણા નો સહારો લઈ રહ્યા છે અને રાત પડતા જ ઠંડી ચાલુ થતા તાપણા કરી ને તાપણાની આજુબાજુ માં ગોઠવાઇ જાય છે ત્યારે હાલતો કડકડતી ઠંડીએ તેનો પ્રકોપ બતાવતા આમ પ્રજાજનો સહિત જીવ સૃષ્ટિ, પશુ પંખીઓની હાલત પણ ઠંડી ને લઈને કફોડી બની છે.