
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ દિનેશ વસાવા
ડેડીયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા “વિશ્વ માનવ અધિકાર દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ;
IHRPC નાં ફાઉન્ડર/ ચેરમન ડૉ.ટી.એમ.ઓનકાર દ્વારા માનવ અધિકાર બાબતે અપાયું વિશેષ માર્ગદર્શન;
સમગ્ર કાર્યક્રમ નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, નર્મદા જિલ્લા મહિલા પ્રેસિડેન્ટ અમિતાબેન વસાવા, ડૉ.અશ્વિન વસાવા અને રીષિ શકસેના ઓના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ અને વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવણી ના ભાગરૂપે યોજાયો.
ડેડીયાપાડા:- નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીટેકનિક કૃષિ ઇજનેરી, હોલ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ (IHRPC) નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા વિશ્વ માનવ અધિકાર દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
આ અવસરે આંતરાષ્ટ્રિય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હી નાં ફાઉન્ડર / ચેરમેન ડૉ. ટી.એમ. ઓનકારે ઉપસ્થિત માનવ અધિકાર નાં કાર્યકરો અને હોદેદારો ને માનવ અધિકાર વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે કહ્યું કે બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોને માનવાધિકારની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે, સાથોસાથ માનવ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સંસ્થા દેશભરમાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વ્યક્તિએ મુશ્કેલીઓ અને ચિંતાઓથી ભાગવું જોઈએ નહીં પરંતુ તેનો સામનો કરવો જોઈએ. લોકોને ભારતીય બંધારણ વિશે પણ જાણકારી હોવી જોઈએ. માહિતી વિના, તેઓ તેમના અધિકારોનો ઉપયોગ કરી શકતા નથી અને અન્ય તત્વો આનો લાભ લે છે.
વધુમાં તેમણે કહ્યું કે દરેક માનવીને જાતિ, ધર્મ કે ભાષાના કોઈપણ ભેદભાવ વિના જીવન, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સુરક્ષિત કરવાનો અધિકાર છે. માનવ અધિકારો વિશે લોકોને ઓછી જાણકારી હોય છે અને આ માટે સંસ્થા સમયાંતરે વિવિધ સ્થળોએ સેમિનાર અને માર્ગદર્શન શિબિરોનું આયોજન કરે છે. સંસ્થાએ ગરીબ અને લાચાર લોકોને ન્યાય આપવાનું કામ પણ કર્યું છે.
આ પ્રસંગે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં જનરલ સેક્રેટરી હરસુખ દેલવાડિયા, મેનેજર નિહાલ ખાન, નેશનલ પ્રેસિડેન્ટ મુકેશ ભગત, એન્ટી કરપ્શન ગુજરાત પ્રેસિડેન્ટ રીષિ શકસેના, ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ ઉર્મિલા ભગત, નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, નર્મદા જિલ્લા મહિલા પ્રેસિડેન્ટ અમિતાબેન વસાવા, એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ડૉ.સંદીપ રજવાડી સોશ્યલ સાયન્ટિસ્ટ ડૉ.અશ્વિન વસાવા, મહિલા કો. ઓપરેટિંવ ઉપ પ્રમુખ ગીતાબેન વસાવા સહિત અનેક ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.