શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, સર્જન વસાવા
દેડિયાપાડામાં ભારે પવન અને વાવાઝોડાં સાથે માવઠું ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત;
હાઈવે ઉપર થી પસાર થતા વાહન ચાલકો ને ઝીરો વિઝીબલિટી ઉત્પન્ન થતાં પોતાના વાહનો રસ્તાની સાઇડ ઉપર ઉભા કરવાની ફરજ પડી..
દેડીયાપાડા નગર સહિત આસપાસ ના વિસ્તાર માં દિવસ દરમ્યાન વાદળ છાયું વાતાવરણ..
કમોસમી વરસાદ થતાં ખેતીના પાકોને ભારે નુકસાન ની ભીતિ થી ખેડૂતોમાં ભારે ફફડાટ..
દેડિયાપાડા: નર્મદા જિલ્લા ના દેડિયાપાડા સહિત આસપાસ વિસ્તારોમા સવાર થી જ વાદળ છાયુ વાતાવરણ હોઈ 11 વાગ્યાના સુમારે ભારે વીજળી ના કડાકા ભડાકા સાથે વાવાઝોડાં સાથે વરસાદ પડતા જાણે કે ચોમાસાનું જ આગમન થયું હોય એવું વાતાવરણ સર્જાયું હતું, ડેડીયાપાડા સહિત આસપાસનાં વિસ્તારોમાં સવાર થીજ આસમાન માં કાળા ધિબંગ વાદળો છવાયા હતા, અને વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારમાં સવારથી જ આસમાનમાં કાળા વાદળો છવાતા સુરજદાદા અદ્રશ્ય થયા હતા, અને જાણે કે ચોમાસાની ઋતુ જ બેસી ગઈ હોય એમ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે પવન ફુંકાયો હતો અને વાવાઝોડાં સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવન ફુંકાતા દેડિયાપાડા મા અફરાત તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઠેર ઠેર પાણી ના ખાબોચિયા ભરાયા હતા,
ડેડીયાપાડા વિસ્તારમાં તો ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ ખાબકતા દેડિયાપાડા તરફ થી મહારાષ્ટ્ર તરફ જતા વાહન ચાલકો ને ભારે તકલીફ પડી હતી જેથી તેઓએ તેમના વાહનો રસ્તાની સાઇડ ઉપર ઉભા કરી દીધા હતા,અને સલામતિ નો માર્ગ અપનાવ્યો હતો.
વરસાદ થતાં ખેડૂતો પણ ભયમાં મુકાયા હતા જે ખેડૂતોના પાક ખેતરોમાં તૈયાર છે તેવા ખેડુતો માટે આ કમોસમી વરસાદ મુસીબત ઉભી કરી રહયો છે.