દક્ષિણ ગુજરાત

વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ નિયંત્રણોમાંથી મુક્ત કરાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ નિયંત્રણોમાંથી મુક્ત કરાયા:

 વ્યારા: નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.13/03/2020થી ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે ધી એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020 જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે ભારત સરકારશ્રીની તા.30/05/2020ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.30/05/2020ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.06/04/2020ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારને અગાઉ COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) જાહેર કરવામાં આવેલ હતા. જેમાં તાલુકાના નવા બસ સ્ટેશન પાસે રોયલ એન્કલેવના કેટલાક વિસ્તાર/ઘરોને કન્ટેન્ટમેન્ટ એરિયા અને આસપાસના વિસ્તાર/ઘરોને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ હતા.
પરંતુ ઉપરોક્ત વિસ્તારમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યકિતઓની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા ઘણા દિવસોના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં COVID-19નો કોઈ નવો કેસ મળી આવેલ ન હોવાથી 14 દિવસ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-1973 કલમ-144, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ 1897ની કલમ-2 અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-30 તથા 34 હેઠળ, ઉપરોક્ત વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા બફર એરીયા તરીકે જાહેર કરતો હુકમ તા.21/02/2021 અમલમાં રહેશે નહીં. આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है