
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જિલ્લાના માંગરોળમા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કેબિનેટ મંત્રીશ્રી. ગણપતભાઈ વસાવા એ સેવા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો, ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરાયું હતું,
તા.14 થી 20 સુધી ગરીબ સીમા લક્ષી કાર્યો થશે, માંગરોળ તાલુકા મથક ખાતેથી ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કેબિનેટ મંત્રીશ્રી. ગણપતભાઈ વસાવાએ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ સિંહ રાઠોડની ઉપસ્થિતિમાં સેવા સપ્તાહનો પ્રારંભ કરાયો હતો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 70મો જન્મદિવસ તારીખ 17 ના રોજ છે, જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ યોજી એક વિશેષ પ્રકારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોની બેઠક યોજાઇ હતી, જેમાં સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત ,રાકેશ સોલંકી, અનિલ શાહ, માંગરોળ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશ ભાઈ ચૌહાણ, કારોબારી અધ્યક્ષ ઉમેદ ભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સભ્યો સાકિર ભાઈ પટેલ સહિત સમગ્ર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા દ્વારા શિવા સપ્તાહ ઉજવણી નિમિત્તે વિશેષ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તા.14 થી 20 સુધી રક્તદાન કેમ્પ ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ દરેક તાલુકા પંચાયત બેઠક દીઠ ૭૦ જેટલા ગરીબ લોકોને સુરક્ષાકવચ વીમો આપવાનું કામ તાલુકાના દિવ્યાંગ લોકોને શોધી તેઓને સાધન સહાય આપવાનું કામ સ્વચ્છતા અભિયાન સહિત ગરીબ કલ્યાણ લક્ષી અનેક કાર્યો આ સપ્તાહમાં કરવામાં આવશે, કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના આગેવાનો ચૂંટાયેલા પદાધિકારીઓને બેઠકમાં વિશેષ જવાબદારીઓ પણ આપવામાં આવી હતી, મંત્રીશ્રી. ગણપતભાઈ વસાવા અને આગેવાનોએ સરકારી હોસ્પિટલ માંગરોળ ખાતે ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ સેવા સપ્તાહનો પ્રારંભ કર્યો હતો.