
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રોજેકટ સુપોષણ :
જે.કે.પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) દ્વારા કુપોષણ ને દૂર કરવા માટે તાજેતરમાં ICDS સોનગઢ (તાપી) સાથે સહભાગિતા કરી પ્રોજેકટ સુપોષણ ચાલુ કરવામાં આવ્યો:
પોષણ એ તંદુરસ્ત જીવન માટે આવસ્યક પાયાની જરૂરિયાત છે. લાંબા ગાળાના કૂપોષનથી શારીરિક અવિકાશ, બિન સંવેદનશિલ આહાર સંભનધિત રોગો અને કેટલાક સંજોગોમાં શારીરિક કામ કરવાની શક્તિ ઘટે છે જે દેશ માટે એક મોટું આર્થિક નુકસાન છે. તેથીજ યોગ્ય વિકાસ વૃદ્ધિ માટે જીવનના પ્રથમ તબક્કામાં એક યોગ્યો આહાર અને માહિતી મળી રહે એ હેતુ થી આ પ્રોજેકટ ચાલુ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ ધ્વારા કૂપોષિત મુક્ત એક પગલાં સ્વરૂપે આ વિસ્તારના બાળકો જ્યાં સુધી કુપોષણ મુક્તના થાય ત્યાં સુધી તેમને દર અઠવાડિયે પોષણ કીટ (નાગલી, રવો, ઘી, ગોળ, ઘઉં, સીંગદાણા વગેરે ના લાડુ) આપવાની જે કે પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) દ્વારા સામાજિક જવાબદારી લીધી છે. પ્રોજેકટ સુપોષણ અંતર્ગત આજરોજ જાસ્મિન ચૌધરી (CDPO સોનગઢ) જિગ્નેશ ગામિત (જેકે પેપર) અને અનિલ ગામિત (ટ્રાઈબલ વોઇસ ન્યુઝ) ના હસ્તે આજુ-બાજુની 7 આંગણવાડીમાં ઓછા વજન વાળા કૂપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી. પ્રોજેકટ સુપોષણ હેઠળ દર અઠવાડિયે પોષણ કીટ આપવાની સાથો સાથ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાનવાળી માતાઓ, તરુણીઓ અને પરિવારના સભ્યોને કુપોષણ વિષે માહિતી આપવામાં આવી રહી છે. મહિલાઓ બાળકને જન્મ આપે એ પહેલાથીજ તેમને માહિતી આપી પોષણ વિષે જાગૃતિ લાવવાનો છે.
જે કે પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) આ વિસ્તાર માં કુપોષણ ની સમસ્યાના નિવારણ ની દિશામાં નોધપાત્ર કામગીરી કરી રહી છે.