શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
- ડેડીયાપાડા થી મોવી રસ્તાનાં બાંધકામ ના કામોમાં નબળો માલસામાન વાપરી અધિકારીઓ દ્વારા કરાયો કરોડોનો ભ્રષ્ટાચાર:
ડેડીયાપાડા થી મોવી રસ્તાનું કામકાજ 11 કરોડ 72 લાખ નું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે એક જાગૃત યુવાને તેમાં થતી ગેરરીતિ તેમજ હલકી ગુણવત્તા વાળો માલ વાપરવામાં આવે છે, જેમાં તંત્રની મોટી બેદરકારી અને લાલ્યાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામી છે.
તેમજ આજે કોરોના મહામારી માં પોલીસ તંત્ર દ્વારા ગરીબ આદિવાસી લોકોને નિયમ ભંગ માટેના મેમાં અપાય છે. તો સરકારી કામ કાજ માં રોડ ખાતા દ્વારા જે ઓવર લોડ ટ્રકો લાવવામાં આવે છે શું એ નિયમ નો ભંગ નથી? સરકારી તંત્ર પોતાની મનમાની થી જ ચાલશે?
તેમજ લાવવામાં આવતો ગરમ માલ જેની પાવતી પણ કાચી અને સરકારી સિક્કા વાળી ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે તંત્ર કોઈ પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું.