
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ડેડીયાપાડા થી જરગામ – ચીકદા સુધી નો 15 કિમિ નો રસ્તો ખખડધજ હાલતમા થઇ જવા પામ્યો છે, સ્થાનિક તંત્ર અને જવાબદાર વિભાગ ભરનિંદ્રા મા:
ડેડીયાપાડા તાલુકાથી મથકે થી ચીકદા ગામ સુધી નો રસ્તો હાલ ખૂબ જ ખરાબ અને ખખડધજ હાલત માં છે. ચીકદા અને આસપાસ ના ગામડાઓ ને ડેડીયાપાડા ને જોડતો આ રસ્તા ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર ઊંડા ખાડા પડી જતા રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. રસ્તા પર પડેલા ખાડાઓ ને કારણે વાહન ચાલકો ને માટે માથા નો દુખાવો બન્યો છે. ખરાબ રસ્તા ને કારણે વારંવાર અકસ્માતો બનતા હોય છે અને તેમાં લોકો ને જીવ ગુમાવવા નો વારો આવતો હોય છે. તાલુકાના મુખ્ય મથક ડેડીયાપાડા ને જોડતો રસ્તો હોવાને કારણે અહીંયા કાયમ વાહનોનું ટ્રાફિકનું ભારણ વધુ હોય છે. ત્યારે આ રસ્તો નવો બનાવી રસ્તા નું નવીનીકરણ કરવામાં આવે એવી લોકો ની માંગ ઉઠી છે. ખરાબ રસ્તા ને કારણે 50 થી વધુ ગામડાઓના લોકોને પરેશાની નો સામનો કરવો પડે છે. જેથી વહેલી તકે રસ્તો બને એવી લોકોની માંગ ઉઠી છે.