શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા વરસાદ ખેંચ થી થતા અતિભારે વરસાદ થી ખેડૂતો ને થયેલા નુકસાન ને લઈ વળતર ચૂકવવા તથા ભારે વરસાદથી રોડ રસ્તામાં પડેલા ખાડા તાકીદે રીપેર કરવા તથા ખાતરની તંગી દૂર કરવા માટે ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
ચાલુ વર્ષે સમગ્ર રાજ્ય માં ચોમાસા ની શરૂઆત થી વરસાદ લાંબા સમય સુધી ખેચાતા તથા હાલ અતિ ભારે વરસાદ ને કારણે ડેડીયાપાડા તાલુકામાં ખેડૂતો ને ખેતી માં ભારે નુકસાન થયું છે તથા મોંઘા બિયારણ ના ખર્ચા માથે પડ્યા છે જેથી કરીને ખેતી માં લગભગ ૭૦ થી ૮૦ ટકા જેટલું નુકસાન થયું છે.જગત ના તાત ગણાતા ખેડૂત ને ઘણું આર્થિક નુકસાન થયું છે અને ખેડૂત હાલ ઘણી આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપી રાજ્ય સરકાર ને વિનંતી અને અરજ કરે છે કે ખેતી માં થયેલા નુકસાન નો સર્વે કરી ખેડૂતો ને વળતર ચૂકવવા માં આવે, વધુ માં આવેદન માં એ પણ જણાવવા માં આવ્યું કે હાલ ભારે વરસાદ થી રોડ રસ્તા ઘણા ખરાબ થઈ ગયા છે.મુસાફરી કરતા હોય ત્યારે લાગે કે રણપ્રદેશમાં ઊંટ પર સવારી કરતા હોય.જેના કારણે ઇમરજન્સી આરોગ્ય ની સેવા ઓ માં પણ ઘણી તકલીફ પડતી હોય છે.જેથી દર્દી ને સમયસર પોહચાડી શકાતો નથી જેથી ઘણી વાર દર્દી ને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે, જેથી હાલ તાકીદે પુરાણ કરી રસ્તા રેપેરિંગ ની કામગીરી યુધ્ધ ના ધોરણે ચાલુ કરાવે તેમજ ડેડીયાપાડા માં ખાતર ની તંગી છે અને દિવસો સુધી લાઈન માં ઉભા રહેવું પડે છે જેથી ખાતર ની અછત પણ દૂર થાય એવી રાજ્ય સરકાર પાસે માગણીઓ સાથે ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું, ડેડિયાપાડા તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવજીભાઈ વસાવા,જેરમાબેન વસાવા, વત્સલાબેન વસાવા,જાતર ભાઈ વસાવા , પંકજભાઈ વસાવા, રાકેશભાઈ વસાવા, પ્રભુદાસ વસાવા જેવા અનેક કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.