
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાનામાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ પાસામાં ધકેલાયો; અસામાજિક કાર્ય કરતાં લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામોમાંથી વારંવાર બોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે, ત્યારે તિલકવાળા માં બોગસ તબીબ ઉપર અનેકવાર ગુના દાખલ થયા હોવા છતાં તે દવાખાનું ચલાવતો હોવાથી એલસીબીએ તેને પાસા હેઠળ કાર્યવાહી કરી નડિયાદ જેલમાં મુક્યો છે.
તિલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં રહેતા સુભાષચંન્દ્ર સનાતન મલ્લીક હાલ રહે. દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે. ચાંદપારા દેવીપુરા તા.ગાયવાટ જી.પોરગાન (પશ્ચિમ બંગાળ)નાનો પોતાની પાસે કોઇપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં દેવલીયા ખાતે દવાખાનુ ચલાવતો હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન પકડાઇ જતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ. આ બોગસ તબીબી વિરૂધ્ધ ગુનાઓ દાખલ થયેલ હોવા છતાં તેની ગેરકાયદે પ્રવૃતિ છોડતો ન હોય અને ગરજવાન અને સામાન્ય જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતો હોય જેથી પો.સ.ઇ. તિલકવાડાનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાનાઓને મોકલતા સુભાષચંન્દ્ર સનાતન મલ્લીકની પ્રવૃતિને ધ્યાને રાખી પાસા હેઠળ અટકાયત કરી નડીયાદ જેલ ખાતે રાખવાનો હુકમ કરતાં એ.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠલ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો તથા તિલકવાડા પોલીસની સંયુક્ત કામગીરી કરી બાતમી આધારે સદર સુભાષચંન્દ્ર સનાતન મલ્લીકને તિલકવાડા વિસ્તારમાંથી ઝડપી નડીયાદ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ.