શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસ તારીખ ૧૪ જુલાઈ થી ૧૮ જુલાઈ,૨૦૨૧ માટે આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે અને હળવા થી મધ્યમ વરસાદની શકયતા છે. મહત્તમ તાપમાન ૩૨.૮ થી ૩૬.૫ સે, જયારે લઘુત્તમ તાપમાન ૨૫,૭ થી ૨૭.૨ “સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૪ થી ૯૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૫ થી ૧૬ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસ તા.૧૪ જુલાઈ થી ૧૮ જુલાઈ,૨૦૨૧ માટે આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે અને હળવા થી મધ્યમ વરસાદની શકયતા છે. મહત્તમ તાપમાન ૩૩.૩ થી ૩૬.૬ સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૫.૩ થી ૬.૯ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૮ થી ૮૮ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૫ થી ૧૭ કિ.મી/કલાક રહેવાની શકયતા છે.