દક્ષિણ ગુજરાત

ડાંગ ARTO દ્વારા પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક:

આહવા: ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન REAUCTION શરૂ કરવામા આવેલ છે.

જે અંતર્ગત મોટર સાયકલ (બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટે) ના નંબર માટે GJ30E, GJ30C, GJ30T તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/privahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી AUCTION મા ભાગ લઇ શકે છે. 

આ માટે (1) તા.16/01/2023 થી 18/01/2023ના રોજ AUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન 15:59 સુધી કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (2) તા.18/01/2023 થી 20/01/2023ના રોજ AUCTION માટેનુ BIDDING થશે. (3) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલુ હોવુ જોઇએ. વેલીડ CNA ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામા આવશે. (4) હરાજીની પ્રક્રીયા પુર્ણ થયાના 5 દિવસમા નાણા જમા કરાવવાના રહશે.

અરજદાર જો આ નિયત સમય મર્યાદામા નાણા ચુકવવામા નિષ્ફળ જાય, તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી, જે તે નંબરની ફરી હરાજી કરવામા આવશે. ઓનલાઇન ઓકશન દરમ્યાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે. વાહનના સેલ લેટરમા સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમા ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામા આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડાંગની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है