દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લાના ખાસ રોલ ઓબ્ઝર્વર ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે SIRની કામગીરી સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ડાંગ જિલ્લાના ખાસ રોલ ઓબ્ઝર્વર ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે SIRની કામગીરી સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ:

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમમાં કોઈ મતદાર રહી ન જાય તે માટે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષો એકબીજાના સંકલનથી કામગીરી પૂર્ણ થાય તે માટે સૌને અપીલ કરતા ખાસ રોલ ઓબ્ઝર્વર એશ્વર્યા સિંઘ(IAS) :

ગ્રામીણ ટુડે, ડાંગ: ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special Intensive Revision (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તદ્દઅનુસાર તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંતર્ગત બીજા ફેઝની થઈ રહેલી કામગીરી અન્વયે માન્ય રાજકીય પક્ષો સાથે ડાંગ જિલ્લાના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર સુ.શ્રી. ઐશ્વર્યા સિંઘ (IAS) (ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ અને MD (SBM-G) ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી,ડાંગ-આહવા ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી,ડાંગ સુ.શ્રી શાલિની દુહાન(IAS) ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા કલેક્ટર કચેરી, ડાંગ ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં ખાસ રોલ ઓબ્સર્વર સુ.શ્રી ઐશ્વર્યા સિંઘે સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંદર્ભે પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. ખાસ રોલ ઓબ્સર્વર દ્વારા તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ સહકાર આપવા અને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યકત કર્યા હતો.

ખાસ રોલ ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં માન્ય રાજકીય પક્ષો પણ સહભાગી બની જિલ્લાની કામગીરી સરળતાથી પૂર્ણ થાય અને કોઈપણ લાયક મતદાર મતદારયાદીમાં સમાવેશ થતાં રહી ન જાય તેવી ક્ષતિરહીત મતદારયાદી તૈયાર થાય તેવા પ્રયત્નો કરી સાથ-સહકાર આપવા જણાવ્યું હતું. 

આ બેઠકમાં મેપિંગની કામગીરીના રીપોર્ટના દરેક પાસાં જેવાં કે, No mapping, Uncollectable Forms, Digitized Form, collection of forms document, Special AERos – No mapping Notice Hearing, Special Camp in days during Claims and objections અને નોટીસ રિપોર્ટ વગેરેનો ડાંગ જિલ્લાનો સમરી રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કર્યો હતો. 

આ તકે, ખાસ રોલ ઓબ્ઝર્વર સુ.શ્રી. ઐશ્વર્યા સિંઘ (IAS) એ તમામ રાજકીય પક્ષો સહભાગી બની જિલ્લાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થાય, કોઈપણ લાયક મતદારનો યાદીમાં સમાવેશ થતાં રહી ન જાય, નામની પુનઃ ચકાસણી થઈ જાય અને ક્ષતિરહીત મતદાર યાદી તૈયાર થાય તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. 

બેઠકમાં ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતા. અત્યાર સુધી થઈ રહેલી કામગીરી અંગેના હકારાત્મક અનુભવો પણ તેઓએ રજૂ કર્યા હતા. હજી પણ જે મતદારો મળી નથી આવ્યા અને ફિલ્ડમાં રહેલા ફોર્મ મળ્યા નથી તે ઝડપભેર પરત મેળવી તેમનું યોગ્ય રીતે મેપિંગ થાય તે માટે સૌને અપીલ પણ કરી હતી. જે મતદાર પાત્રતા ધરાવે છે, તેવા તમામ મતદાતા રહી ન જાય તેવો અભિગમ જાળવીને જ SIRની કામગીરી કરવાના રચનાત્મક સૂચનો આપી કામગીરી કરવા અનુરોધ તેમણે કર્યો હતો.  

Special Intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના મતદારોને માહિતગાર અને મદદરૂપ થઈ શકે તે માટે આ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ પણ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં કોઈપણ લાયક મતદારનો મતદારયાદીમાંથી સમાવેશ થતાં રહી ન જાય અને ક્ષતિરહીત મતદારયાદી બને તેવા પ્રયત્નો કરી સાથ-સહકાર આપવા જણાવ્યું હતું. 

આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, પ્રાંત અધિકારી સુ.શ્રી કાજલ આંબલિયા (ERO) ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है