દક્ષિણ ગુજરાત

ડાંગના કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા IAS અધિકારીશ્રી ભાવિન પંડયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ, રામુભાઇ માહલા 

ડાંગના કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા IAS અધિકારી શ્રી ભાવિન પંડયા :

ડાંગને ‘કોરોના મુક્ત’ કરવાના તમામ પ્રયાસો સાથે સો ટકા વેકસીનેસન ઉપર લક્ષ કેન્દ્રિત કરવાનો ધ્યેય :

આહવા: સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અને પ્રજાકીય સહયોગ સાથે ડાંગ જિલ્લાને ‘કોરોના મુક્ત’ કરવાના લક્ષ નિર્ધાર સાથે આજે એટલે કે સોમવારે ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેકટર શ્રી ભાવિન પંડયાએ તેમનો કાર્યભાર સંભાળી લીધો છે.

રાજ્ય સરકાર તાજેતરમા રાજ્યના સનદી અધિકારીઓની બદલીના આદેશ કરાયા હતા. જે અન્વયે ડાંગ જિલ્લામા ગત તા.૩૦ મી એપ્રિલે વયનિવૃત્ત થયેલા કલેકટર શ્રી એન.કે.ડામોર બાદ ખાલી પડેલી તેમની જગ્યાનો વધારાનો હવાલો ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાને સોંપવામા આવ્યો હતો. આ ખાલી રહેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે સને ૨૦૦૯ની બેચના સનદી અધિકારી શ્રી પંડયાની ડાંગ કલેકટર તરીકે નિયુક્તિ કરતા તેમણે આજે એટલે કે સોમવારે તેમનો પદભાર સંભાળી લીધો છે.

ડાંગ કલેકટર તરીકે નિયુક્તિ પામેલા શ્રી પંડ્યાએ આ અગાઉ અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ વિગેરે સ્થળોએ તેમની ફરજ બજાવી છે.

ગુજરાત સરકારની વહીવટી સેવામા જુદા જુદા વિભાગોમા જુદા જુદા હોદ્દાઓ ઉપર ફરજ બજાવીને ડાંગ આવેલા શ્રી ભાવિન પંડયાએ ‘કોરોના’ના કપરા કાળમા થયેલી તેમની નિયુક્તિ દરમિયાન ડાંગ જિલ્લાને ‘કોરોના મુક્ત’ કરવાનો મુખ્ય ધ્યેય રહેશે તેમ જણાવ્યુ છે.

આ માટે જિલ્લાના જુદા જુદા અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અને પ્રજાજનોનો સહયોગ કેળવીને, જિલ્લામા સો ટકા વેકસીનેસન થાય તે માટે પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે જિલ્લાના વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવામા આવશે, તેમ તેમણે ઉમેર્યું છે. ગ્રામીણ ટુડે ન્યુઝ પરિવાર આપ સાહેબ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है