શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી
જે. કે. પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) દ્વારા 500 પરિવારો માટે કિચન ગાર્ડન (ન્યૂટ્રિશન ગાર્ડન) કીટસ વિતરણ કાર્યોક્રમ નો સુભારંભ કરવામાં આવ્યો.
જે. કે. પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) હાલ કિચન ગાર્ડન ને પ્રોત્સાહન આપી ગરીબ પરિવારોનું પોષણ સુનિશ્ચિત કરવા પર પણ કામ કરી રહી છે. જેના ભાગરૂપે આજ રોજ સી.પી.એમ ના એચ.આર ડિપાર્ટમેંટના વડા શ્રી પ્રશાંત વૈદ્ય, ICDS સોનગઢ તાલુકા ના વડા શ્રીમતી જાસમીનબેન અને જે. કે. CSR ડિપાર્ટમેંટ ના મધુકર વર્મા, જિગ્નેશ ગામિત દ્વારા ગુણસદા ગામના કૂપોષિત બાળકોને કિચન ગાર્ડન (ન્યૂટ્રિશન ગાર્ડન) કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામ અંતર્ગત આવનાર દિવસોમાં સોનગઢ ઘટક ૧ અને ૨ માથી ૬૨ આંગણવાડીમાં આવતા કુપોષિત બાળકો, એનિમિક કિશોરોઓ અને ગર્ભવતી મહિલાઓ એમ ૫૦૦ આદિવાસી પરિવારોને શાકભાજીના બીજ આપવામાં આવશે, જેના થી ઘરે ઉગાડવામાં આવેલા ઓર્ગેનિક શાકભાજી ખાવાથી અને બીજી બાજુ શાકભાજી ખરીદવા પાછળ થતા ખર્ચની બચત થશે અને તેમના પોતાના કુટુંબના પોષણનું પ્રમાણ વધારવામાં મહત્વનો ભાગ રહે છે. આ પ્રોગ્રામ નીચે પ્રમાણે બે ભાગ માં વહેચવામાં આવ્યો છે.
૧. ઓગસ્ત ૨૦૨૧ માં દરેક પરિવાર ને ૩નંગ રોપા અને તુરીય, દૂધી, કરેલા અને પાપડી ના બીજ આપવામાં આવ્યા હતા.
૨. ડિસેમ્બર ૨૦૨૧ માં દરેક પરિવારને બીટ, પાલક, મૂળા, વાલોડ પાપડી અને ટામેટો ના બીજ આપવામાં આવશે.