દક્ષિણ ગુજરાત

જિલ્લાને CSR એક્ટીવીટીના ભાગરૂપે રૂા.૩૫ લાખના ખર્ચે વધુ એક એમ્બ્યુલન્સની મંજૂરી મળી:

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અથાક પ્રયાસો અને સતત ફોલોઅપને પરિણામે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સફળતા સાંપડી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

GCSRA દ્વારા નર્મદા જિલ્લાને CSR એક્ટીવીટીના ભાગરૂપે રૂા.૩૫ લાખના ખર્ચે વધુ એક એમ્બ્યુલન્સની મંજૂરી મળી:

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અથાક પ્રયાસો અને સતત ફોલોઅપને પરિણામે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સફળતા સાંપડી:

નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અથાક પ્રયાસો અને સતત ફોલોઅપને પરિણામે એક પછી એક સફળતાઓ સાંપડી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે ઘરઆંગણે જ સુદ્રઢ સેવાઓ સમયસર મળી રહે તેવા પ્રયાસોમાં મળેલી સફળતામાં GCSRA ( ગુજરાત સીએસઆર ઓથોરિટી ) દ્વારા CSR એક્ટીવીટીના ભાગરૂપે રૂા.૩૫ લાખના ખર્ચે એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ મંજૂર કરવામાં આવી છે જેથી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રની સુવિધામાં વધુ એક સોનેરી પીછું ઉમેરાયું છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી શાહ દ્વારા તાજેતરમાં જ સામાન્ય વહિવટ વિભાગ ગાંધીનગર અને ગુજરાત CSR ઓથોરિટી અમદાવાદ સમક્ષ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જિલ્લાના આરોગ્યક્ષેત્રના પડકારો અને તેના માટે જરૂરી અદ્યતન સુવિધાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રની દરખાસ્તો તૈયાર કરી સામાન્ય વહિવટ વિભાગ મારફતે ગુજરાત CSR ઓથોરિટીને મોકલી આપવામાં આવી હતી જને મંજૂરી મળતા આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં રાજપીપલા શહેરી વિસ્તાર ઉપરાંત તાલુકા-ગ્રામ્યક્ષેત્રના વિસ્તારો સહિત અંતરિયાળ અને પહાડી દૂર્ગમ વિસ્તારોમાં રહેતા પ્રત્યેક લોકોને ઘરઆંગણે જ સુલભ સુવિધાઓમાં વધારો થવાની સાથે આ એમ્બ્યુલન્સ વાહન થકી હવે સગર્ભા, ધાત્રીમાતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્યલક્ષી સારવાર મળી રહેશે.

અકસ્માતના સમયે, પ્રસૂતિના સમયે તેમજ અન્ય સંજોગોમાં દરદીઓને વિના મૂલ્યે સમયસર સારવાર મળી રહેવાની સાથોસાથ એમ્બ્યુલન્સ મારફતે પ્રસૂતા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સમયસર પહોંચાડીને પ્રસુતિ કરી શકશે અને ધાત્રી-સગર્ભા માતાઓની સાથે બાળકોનાં સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે.

ઈમરજન્સીના સમયે નજીકના દવાખાનને પણ રિફર કરી શકાશે. અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં સગર્ભા-ધાત્રી માતાઓની સાથે નવજાત બાળકોની રૂબરૂ મૂલાકાત થશે અને યોગ્ય સમયે ત્વરિત સારવાર ઉપલબ્ધ થશે. એમ્બ્યુલન્સ વાન ધ્વારા હોમ ડીલીવરી પણ ઘટશે અને રૂટીન વેક્સીનેશન કામગીરીમાં પણ વેગ મળશે. નર્મદા જિલ્લા માટે એમ્બ્યુલન્સ વાન વધુ એક વખત આશિર્વાદરૂપ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है