
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેથી પો.સ.ઇ.શ્રી બી.ડી વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો સુરત કીમ ખાતે આવેલ જય અંબે મેટલ વે બ્રીજ ના ગોડાઉન ખાતેથી અંકલેશ્વર રૂરલ પો.સ્ટ ગુ.ર.નં-પાર્ટ A-૧૧૧૯૯૦૦૬ર૦૦૪૩૮/૨૦૨૦ IPC કલમ-૩૮૦,૪૫૭ મુજબના ઘરફોડ ચોરી ના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી દિલિપભાઇ ભેરૂમલ શાહ રહે-ઘર ને-૧૧ ગોવિંદનગર સોસાયટી કીમ તાલુકો-માંગરોલ જીલ્લો સુરત જેની ધરપકડ કરવા સારૂ નામદાર અંકલેશ્વર કોર્ટ તરફ્ટી CRPC કલમ ૭૦ મુજબ નું ધરપકડ વોરન્ટ ઇશ્ય કરવામાં આવેલ છે તેને આજરોજ તા-૨૬/૧૨/૨૦૨૦ ના રોજ હસ્તગત કરી અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદનભાઇ કનુભાઇ તથા અ.હે.કો.મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો અનિલભાઇ દિતાભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.